સુવિધા:દિવાળી પર્વે આણંદ પાલિકા વધુ એક કલાક પાણી આપશે

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હાલમાં 2.40 લાખ ક્યુસેક ઉપરાંત પાણીનો વપરાશ

આણંદ નગરપાલિકા દ્વારા દિવાળી તહેવાર પૂર્વે શહેરીજનોને પીવાના પાણીની મુશ્કેલીઓ પડે નહીં તે માટે વધુ એક કલાક પાણી વિતરણ કરવામાં આવનાર છે.ત્યારે હાલમાં શહેરની જુદી જુદી પાણીની ટાંકીઓમાંથી દિન-પ્રતિદિન પીવાનું પાણી બે કરોડ 40 લાખ લિટર વિતરણ કરવામાં આવે છે.જેથી વધુ એક કલાક સમય વધારો કરાતાં અંદાજીત 25 હજાર ઉપરાંત લીટર પાણી પુરૂ પાડવામાં આવનાર છે. આણંદ નગરપાલિકા દ્વારા દિવાળીના તહેવારો દરમ્યાન ઉમા ભવન વિસ્તાર, ગણેશ ચોકડી વિસ્તાર, ટાઉન હોલ વિસ્તાર, ભાલેજ પાણીની ટાંકી વિસ્તાર સહિત શિખોડ વિસ્તારમાં વધુ એક કલાક પાણી વિતરણ વ્યવસ્થા કરવામાં આવનાર છે.

હાલમાં આણંદ શહેરમાં બે કરોડ 40 લાખ ઉપરાંત પાણી વિતરણ કરવામાં આવતું હોય છે.બીજી તરફ શહેરીજનોને તહેવાર દરમિયાન પીવાના પાણીનો વપરાશ વધુ થતો હોય છે.આ સમયે પાણી ખુટી પડતાં હાલાકીઓનો ભોગ બનવું પડે છે.આથી શહેરના રહીશોને દિવાળી તહેવાર પર પીવાના પાણી માટે આમ તેમ ભટકવું પડે નહીં તે માટે દિવાળી,બેસતુવષઁ,ભાઈબીજ સુધી પાણી વિતરણ વ્યવસ્થામાં વધુ એક કલાક સમયનો વધારો કરવામાં આવનાર છે.જે મુજબ એક લેખે દિવસમાં 25 હજાર લીટર ઉપરાંતનુ વિતરણ કરવામાં આવનાર છે.જેના પગલે શહેરીજનોને પીવાના પાણી માટે તકલીફોનો પણ સામનો કરવો પડશે નહીં.

અન્ય સમાચારો પણ છે...