તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુખદ:ગાયની અડફેટે આવેલ મોપેડ સવાર વૃદ્ધનું મોત, રક્ષાબંધનના દિવસે બહેનના ઘરે જતા હતા

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કરમસદ પાસે રસ્તામાં ઝઘડતી બે ગાયોએ મોપેડ સવાર 65 વર્ષીય વૃદ્ધને અડફેટે લેતાં તેમને શરીર અને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. મૂળ ભાવનગરના અને વર્ષોથી કરમસદની શિવમ સોસાયટીમાં સંદીપભાઈ રહે છે. રક્ષાબંધન હોય સોમવારે તેઓ વિદ્યાનગર ખાતે રહેતા તેમના પિતરાઈ બહેન ઈલાબેનને મળવા માટે ઘરેથી નીકળ્યા હતા. દરમિયાન પોતાનું મોપેડ લઈને તેઓ એક જાણીતી કાર કંપનીના શો રૂમ પાસેથી પસાર થતાં હતા. એ સમયે બે ઝઘડતી ગાયોએ તેમને અડફેટે લીધા હતા. જેમાં તેમને ગંભીર ઈજા પહોંચી હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં મોડી રાત્રે તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના પરિવારજનોએ વિદ્યાનગર પોલીસને કોઈ જ પ્રકારની કાર્યવાહી ન કરવાનું જણાવતા પોલીસ ચોપડે કોઈ નોંધ કરાઈ નહોતી.

અન્ય સમાચારો પણ છે...