માંગ:આણંદ પાલિકામાં સફાઇ કર્મીને કાયમી નહીં કરાતાં હડતાલ પર

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સોમવાર સુધી ઉકેલ ન આવે તો આત્મવિલોપનની ચિમકી

આણંદ નગર પાલિકામાં સ્વસ્છતા સર્વેક્ષણ હેઠળ શહેરને સ્વચ્છ રાખવા માટે ધમપછાડા કરી રહ્યું છે.ત્યારે શહેરમાં સાફ સફાઇ કામગીરી હાથધરતાં કામદારોનું મહેકમ 189 બદલે માત્રા ફક્ત 35 સફાઇ કામદારોને કાયમી ધોરણે રાખવામા આવ્યા છે.સફાઈ કામદારો આણંદ નગર પાલિકાને આવેદનપત્ર આપવા છતાં પરિણામ શૂન્ય આવે છે.આખરે સફાઇ કામદારો આણંદ પાલિકા ભવન સામે અચોક્કસની મુદતે આજથી આંદોલન પર ઉતરી ગયા હતા. આગામી સોમવાર સુધીમાં નિરાકરણ લાવવામાં નહીં આવે તો આણંદ પાલિકા પ્રમુખની ઓફિસ પાસે આત્મ વિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી છે.

આણંદ નગર પાલિકામા સફાઇ કામદારો છેલ્લા 20 વર્ષથી કોન્ટ્રાકટ (રોજમદાર )બેજ પર કામ કરી રહ્યાં છે. તેઓને છેલ્લા ઘણાં સમયથી કાયમી કરવા માટે લડત ચલાવી રહ્યાં છે. રાજય સરકારે પણ સફાઇ કામદારોને કાયમી કરવા માટે દરેક નગર પાલિકામાં સુચના આપી હોવા છતાં આણંદ નગર પાલિકમાં વર્ષોથી હંગામી ધોરણે સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતાં કર્મચારીને કાયમી કરવામાં આવતાં નથી. જેના પગલે આણંદ પાલિકા કર્મચારી સંકલન સમિતિની સફાઇ કામદારોએ આણંદ પાલિકા ભવન સામે હડતાળ પર બેસીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો છે.

બીજી તરફ સફાઇ કામદારોની હડતાળ પગલે આણંદમાં વિવિધ વિસ્તારો સફાઇ કામગીરી હાથ ધરવાની બંધ કરી દેવાતા ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગઈ હતી.આણંદ પાલિકા અપક્ષ કાઉન્સિલર મહેશ વસાવાએ હડતાલને સમર્થન આપતા જણાવેલ કે આણંદ પાલિકા તંત્ર દ્વારા વહેલી તકે સફાઇ કામદારોને ન્યાય આપવામાં નહીં આવે તો હાઈકોર્ટના દ્વાર ખટ ખટાવવાની ચિમકી ઉચ્ચારી હતી.

વધુમાં કિરણ સોલંકીએ જણાવેલ કે આગામી સોમવાર સુધીમાં સફાઇ કામદારોને યોગ્ય ન્યાય આપવામા નહીં આવે તો આણંદ નગર પાલિકા પ્રમુખની ઓફિસ પાસે સફાઇ કામદારોએ આત્મ વિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી છે. આથી પાલિકાના સત્તાધિશોએ પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...