તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ધો.12 અને કોલેજ-ડિપાર્ટમેન્ટમાં આજથી ઓફલાઈન શૈક્ષણિક કાર્યનો પ્રારંભ કરાશે

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આણંદ-વિદ્યાનગરની શાળા-કોલેજો વિદ્યાર્થીઓ આવતાં આજથી પુન: ધમધમતી થશે

રાજ્ય સરકાર દ્વારા ધોરણ 12ના વર્ગો 50 ટકા વિદ્યાર્થીઓની સંખ્યા સાથે શરૂ કરવાના આદેશ બાદ આણંદ જિલ્લામાં આવેલી 250થી વધુ માધ્યમિક શાળાઓ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન, બીજી તરફ સરદાર પટેલ યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને ડિપાર્ટમેન્ટમાં સરકારી ગાઈડલાઈનને અનુસરીને ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરાશે. જેને પગલે શાળા-કોલેજ અને ડિપાર્ટમેન્ટમાં વિદ્યાર્થીઓની ચહલ-પહલ શરૂ થવાની સાથે જ વિદ્યાધામ ગણાતા વિદ્યાનગર અને આણંદ પુન: ધમધમતું થઈ જશે.

કોરોનાની ગતિ ધીમી પડતાં સમગ્ર રાજ્યમાં સરકારના આદેશ બાદ ગત જાન્યુઆરી મહિનામાં પ્રથમ ધોરણ 9 થી 12ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. દરમિયાન, એ પછી ધોરણ 6,7 અને 8ના વર્ગો પણ શરૂ કર્યા હતા. દરમિયાન, માર્ચમાં કોવિડની બીજો વેવ શરૂ થતાં જ વર્ગો બંધ કરવામાં આવ્યા હતા. તેને પગલે ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ પણ લેવામાં આવી નહોતી. જોકે, હાલમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું એ પછી એટલે કે બરાબર એક મહિના બાદ શૈક્ષણિક કાર્ય પુન: ઓફલાઈન શરૂ કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, થોડાં સમય બાદ તબક્કાવાર અન્ય વર્ગો પણ ઓફલાઈન શરૂ કરવામાં આવે તેવી સંભાવના છે.

ધોરણ 12માં સંમત્તિપત્રક રજૂ કરનારા વિદ્યાર્થીઓને જ પ્રવેશ અપાશે
ગત જાન્યુઆરીમાં જ્યારે વર્ગો ઓફલાઈન શરૂ કરવામાં આવ્યા ત્યારે વિદ્યાર્થીના વાલી પાસેથી વર્ગમાં આવવા માટે ફરજીયાતપણે સંમત્તિપત્રક માંગવામાં આવતા હતા. આ વખતે પણ વાલીઓ પાસેથી સંમત્તિપત્રક લીધા બાદ જ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં પ્રવેશ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...