• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Officers Of Static Surveillance Team And Flying Squad In Anand District Have Been Granted The Powers Of Special Executive Magistrate.

ખાસ અધિકાર:આણંદ જિલ્લામાં સ્ટેટીક સર્વેલન્સ ટીમ તથા ફલાઇંગ સ્કવોડના અધિકારીઓને ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટના અધિકારો એનાયત કરાયા

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચૂંટણીના સમયગાળા દરમિયાન રોકડ રકમ, દારૂ કે અન્ય વાંધાનજનક ચીજવસ્તુઓની આપ-લે ઉપર કડક કાયદાકીય કાર્યવાહી થશે

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી અન્વયે આણંદ જિલ્લાની વિધાનસભાની બેઠકો માટે બીજા તબક્કામાં તા.5મી ડીસેમ્બરના રોજ મતદાન થનાર છે. આણંદના જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડી.એસ.ગઢવી દ્વારા જિલ્લાના સાત વિધાનસભા મતદાર વિભાગો માટે એક્ષ્પેન્ડીચર મોનીટરીંગ કંટ્રોલ રૂમ અને કોલ સેન્ટર, ફલાઇંગ સ્કવોડ તથા સ્ટેટીક સર્વેલન્સ ટીમની રચના કરી સંબંધિત અધિકારીઓ ,કર્મચારીઓની નિમણૂંક કરવામાં આવી છે.

ચૂંટણી પંચની સ્થાયી સૂચનાઓ હેઠળ સ્ટેટીક સર્વેલન્સ ટીમ તથા ફલાઇંગ સ્કવોર્ડ દ્વારા મુખ્યત્વે ચૂંટણી ખર્ચ નિયંત્રણ સંદર્ભે ચૂંટણીના સમયગાળા દરમિયાન રોકડ રકમ, દારૂ કે અન્ય વાંધાનજનક ચીજવસ્તુઓની આપ-લે ઉપર દેખરેખ રાખવાનું તથા ગુનાહિત કૃત્ય માલુમ પડે તેવા કિસ્સામાં તે જપ્ત કરી તેની સામે ફોજદારી કાર્યવાહી કરવાની થાય છે.

આ હેતુ માટે ચૂંટણી ખર્ચ નિયંત્રણ અંગેની કામગીરી માટે નિમણૂંક આપવામાં આવેલ અધિકારીઓને ખાસ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરીકે નિમણૂંક કરવી જરૂરી હોઇ ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલ આ અધિકારીઓને આવી સત્તાઓ સોંપવા સંબંધી આણંદના જિલ્લા મેજિસ્ટ્રેટ ડી.એસ.ગઢવીએ ચૂંટણી ખર્ચ નિયંત્રણ સંબંધી કામગીરી માટે નિયુકત કરવામાં આવેલ સ્ટેટીક સર્વેલન્સ ટીમ તથા ફલાઇંગ સ્કવોર્ડના લીડરોને ચૂંટણી ખર્ચ સંબંધી તેમજ ફરજના કાર્યક્ષેત્ર માટે ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ થયા તારિખથી તારીખથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધીના સમયગળા માટે ફોજદારી અધિનિયમ-1973 ની કલમ-21 નિચે ખાસ કાર્યપાલક મેજિસ્ટ્રેટ તરીકે નીમીને તેઓને સોંપવામાં આવેલ ચૂંટણીની ફરજોના કાર્યક્ષેત્ર માટે આ અધિનિયમની કલમ- 44, 103, 104, 129, અને 144 હેઠળના અધિકારો,સત્તાઓ ભોગવવા અંગેનો હુકમ જારી કર્યો છે.

આ હુકમ હવે પછી એક્ષ્પેન્ડીચર મોનીટરીંગ ટીમ પૈકી સર્વેલન્સ ટીમ તથા ફલાઇંગ સ્કવોર્ડના અધિકારીઓ અને કર્મચારીઓની નિમણુંકોમાં ફેરફાર કે સુધારો થાય તો તે બદલીથી આવનાર અધિકારી અને કર્મચારીઓને પણ આપોઆપ લાગુ પડશે.

અન્ય સમાચારો પણ છે...