તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જોબ પ્લેસમેન્ટ:કોરોના કાળમાં વાર્ષિક 8 લાખના પેકજની ઓફર

આણંદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાનગરની જીસેટ કોલેજના 270 વિદ્યાર્થીઓને જોબ પ્લેસમેન્ટ અપાયા

વલ્લભવિદ્યાનગર સ્થિત સીવીએમ યુનિવર્સિટી સંચાલિત જીસેટ કોલેજના 270 વિદ્યાર્થીઓનેે દેશની મલ્ટીનેશનલ કંપનીઓએ સારા પગારથી નોકરીની તક આપી છે. રસપ્રદ બાબત એ છે કે, કોરોના કાળમાં પણ કંપનીઓએ સૌથી હાઈએસ્ટ રૂપિયા 8 લાખના વાર્ષિક પેકેજની ઓફર કરતા વિદ્યાર્થીઓમાં આનંદની લાગણી જોવા મળી હતી.

સીવીએમ યુનિવર્સિટી સંચાલિત જી.એચ. પટેલ કોલેજ ઓફ એન્જિનીયરીંગ એન્ડ ટેક્નોલોજિમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન કેમ્પસ પ્લેસમેન્ટ રાખવામાં આવ્યું હતું. ચાલુ શૈક્ષણિક વર્ષ 2020-21 દરમિયાન ઓનલાઈન પ્રક્રિયા દ્વારા જૂન 2021 સુધીમાં વિવિધ વિદ્યાશાખાના મળીને 270 જેટલાં વિદ્યાર્થીઓને જોબ પ્લેસમેન્ટ ઓફર કરવામાં આવી હતી.

પ્લેસમેન્ટ દરમિયાન, ભારતની સર્વશ્રૈષ્ઠ ગણાતી ઈન્ફોસીસ, ટીસીએસ, ટાટા કેમિકલ્સ, એમ.જી મોટર્સ સહિત 55થી વધુ નાની-મોટી કંપનીઓએ ભાગ લીધો હતો. અને તેમણે પસંદગી પામેલા વિદ્યાર્થીઓને રૂપિયા 3.25 લાખથી લઈ રૂપિયા 8 લાખ સુધીના પેકેજની ઓફર કરી હતી. જે સંસ્થા માટે ગૌરવની બાબત છે.

નોંધનીય છે કે, કોલેજની ટીમના સહિયારા પ્રયાસથી જોબ પ્લેસમેન્ટનું આયોજન કરાયું હતું. પ્લેસમેન્ટને અસરકારક બનાવવા માટે કોલેજ તથા ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ તરફથી વિવિધ સંસ્થાઓ જોડે તાલીમ વર્ગોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

આ સંદર્ભે સીવીએમ યુનિવર્સિટીના પ્રમુખ ભીખુભાઈ પટેલ, ઉપપ્રમુખ મનીષભાઈ પટેલ, કોલેજના પ્રિન્સીપાલ ડો. હિમાશું સોની સહિતની હોદૃેદારોએ વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી.

કંપનીઓએ ઓનલાઈન ટેસ્ટ-ઈન્ટર્વ્યૂ લીધા
જીસેટ કોલેજના પ્રિન્સીપાલ ડો. હિમાશું સોનીએ જણાવ્યું હતું કે, કોલેજના વિદ્યાર્થીઓએ સફળતાપૂર્વક કંપનીઓ દ્વારા લેવામાં આવેલા ઓનલાઈન ટેસ્ટ અને ઈન્ટર્વ્યૂ આપ્યા હતા. પ્રથમ વખત ઈન્ટર્વ્યુ ઓનલાઈન લેવામાં આવ્યા હતા. અગાઉ તે ઓફલાઈન લેવામાં આવતા હતા. કંપનીઓ દ્વારા દર વર્ષે આ પ્રકારે પ્લેસમેન્ટ યોજવામાં આવતું હોય છે અને તેનો લાભ વિદ્યાર્થીઓ લેતા હોય છે. ચાલુ વર્ષે મહત્તમ રૂપિયા 8 લાખનું અને ન્યૂનત્તમ રૂપિયા 3.25 લાખનું પેકેજ વિદ્યાર્થીઓને એવરેજ મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...