છેલ્લા 24 કલાકમાં 2 ડિગ્રી તાપમાન ઉચકતાં સોમવારે 42.07 ડિગ્રી તાપમાન પહોંચતા મૌસમનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો.જેના કારણે માનવ સહિત પશુપક્ષીઓ હેરાન પરેશાન થઇ ગયા હતા. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર 42 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવના છે. જયારે આગામી એક સપ્તાહ બાદ પ્રિ મોનસુન એક્ટિવિટીનો પ્રારંભ થશે. આ સપ્તાહ દરમિયાન ચરોતરના કેટલાંક વિસ્તારમાં વરસાદ પડવાની સંભાવના રાજયના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
આણંદ-ખેડા જિલ્લામાં માર્ચ માસમાં ગરમીની શરૂઆત થઇ હતી.જો કે માર્ચ માસમાં ત્રણ દિવસ મહતમ તાપમાન 40 ડિગ્રી વધુ રહ્યું હતું. જયારે 20 દિવસ સુધી તાપમાન 36 ડિગ્રી આસપાસ રહેવા પામ્યું હતું. માર્ચથી ગરમીનો પ્રારંભ થયા બાદ સિઝન પ્રથમ વખત 9મી મેનારોજ મહતમ તાપમાન 42.07 ડિગ્રી પહોંચ્યું છે. એપ્રિલ માસમાં ચરોતર પંથકમાં 10 દિવસ હળવા વાદળો રહેતા તાપમાન નીચંુ રહ્યું હતું જયારે 13 દિવસ તાપમાન 40 ડિગ્રી વધુ રહ્યું હતું. જેમાં 23મી એપ્રિલ થી 39 મી એપ્રિલ સુધી 40 .05 ડિગ્રી વધુ તાપમાન રહ્યું હતું.
જયારે 29મી એપ્રિલે સૌથી વધુ 42.05 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.ચરોતરમાં 15 મી માર્ચ થી 9 મી મે દરમિયાન 55 દિવસમાંથી માત્ર 21 દિવસ તાપમાન 40 ડિગ્રી વધુ રહ્યું છે.જયારે ત્રણ દિવસ 41 અને ત્રણ દિવસ 42 ડિગ્રી તાપમાન રહ્યું છે. જયારે 23 દિવસ તાપમાન 39 ડિગ્રી નીચે રહ્યું છે. જયારે મે માસના 9 દિવસમાંથી 6 દિવસ સૌથી વધુ ગરમ રહ્યાં છે. જેમાં સોમવારે મૌસમનું સૌથી વધુ તાપમાન 42.07 ડિગ્રી નોંધાયું છે. હવામાન વિભાગ સૂત્રોના જણાવ્યા અનુસાર આગામી 6 દિવસ સુધી ગરમી જોર વધુ રહેશે.
ત્યારબાદ 15મી મેથી પ્રિ મોનસુન એક્ટિવિટી શરૂઆત થતાં આંશિક વાદળો દોર શરૂ થશે તેના કારણે મહતમ તાપમાન ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો જોવા મળશે માર્ચ માસમાં ગરમીની શરૂઆત થઈ ગઇ હતી. મે માસમાં પણ 43 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. માર્ચ, એપ્રિલ અને મે માસની સરખામણીએ સૌથી વધુ ગરમ એપ્રિલ મહિનો રહ્યો હતો. હવામાન ખાતાના જણાવ્યાનુસાર એપ્રિલ માસમાં આકાશ સ્વચ્છ રહેતા ગરમી વધારે રહી હતી. 13 માર્ચથી લઇને 8 મે સુધીના 58 દિવસમાંથી 20 દિવસ 42 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું છે. 22 દિવસ 41 કે તેથી વધુ અને 5 દિવસ 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હજુ 15 મે સુધી ગરમી રહેવાની શક્યતા છે.
આગામી સપ્તાહમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેશે
આણંદ કૃષિ હવામાન વિભાગના સૂુત્રોએ જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ સુધી મહતમ તાપમાન સામાન્ય કરતાં 3 ડિગ્રી વધુ રહેવાની સંભાવા છે. અંદામાન નિકોબારમાં વરસાદ થાય ત્યારબાદ ગુજરાતમાં જે વરસાદ થાય તે પ્રી-મોન્સૂન એક્ટિવિટી ગણાય. આ સમયગાળા દરમિયાન આણંદ-ખેડા જિલ્લાના કેટલાક વિસ્તરોમાં હળવા માવઠાંની પણ સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે. પવનની ગતી વધતાં ધુંધળું વાતાવરણ રહેવાની વકી છે.
મે માસમાં નોંધાયેલું તાપમાન | |
તારીખ | તાપમાન |
1 | 40 |
2 | 40 |
3 | 40 |
4 | 38.02 |
5 | 39.05 |
6 | 39.05 |
7 | 40.07 |
8 | 40.08 |
9 | 42.07 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.