તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
આણંદ શહેરના શાસ્ત્રી બાગ મેદાન પાસેથી મંગળવારે બપોરે પોલીસે ડુપ્લીકેટ ચલણી નોટ વટાવવા આવેલા ઓડના શખ્સને બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી સો, બસ્સો, પાંચસો, બે હજારના દરની બનાવટી 164 નંગ ચલણી નોટ કબ્જે લઈ આગળની તપાસ હાથ ધરી છે.
આણંદ શહેર પોલીસની ટીમ જુના બસ સ્ટેન્ડ પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે એક શખ્સ ભારતીય ચલણની જુદા જુદા દરની મોટા પ્રમાણમાં બનાવટી ચલણી નોટો લઈ આણંદ શહેરમાં વટાવવા માટે આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. દરમિયાન, આ શખ્સ પોતાનું બાઈક લઈ ચિખોદરા ચોકડી તરફથી આવી ગણેશ ચોકડી થઈ આણંદ ગુરૂદ્વારા સર્કલ થઈ ગંજ બજાર તરફ જવાનો હોવાની બાતમીના આધારે બપોરે બે વાગ્યે શાસ્ત્રી બાગ પાસે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન વર્ણનવાળો શખ્સ આવી પહોંચતા જ પોલીસે કોર્ડન કરીને તેને રોકી લઈ પુછપરછ કરતા પોતાનું નામ જિજ્ઞેશ ભુપેન્દ્ર પટેલ (રહે. સરદાર ચોક ગાયત્રી મંદિર પાસે, ઓડ) હોવાનું જણાવ્યું હતું.
પોલીસની ટીમે તેની તલાશી લેતા તેની પાસેથી 100ના દરની 60 નોટો, 200ના દરની 24 નોટો, 500ના દરની 44 નોટો, અને 2000ના દરની 29 નોટો મળી કુલ 164 બનાવટી નોટો મળી આવી હતી. પોલીસ દ્વારા નોટની બેંક કર્મી અને એફએસએલમાં તપાસ કરાવતા આ તમામ નોટો ડુપ્લીકેટ હોવાનું ખૂલ્યું હતું. જેને પગલે પોલીસે જુદા જુદા દરની 164 બનાવટી નોટો ઉપરાંત રૂપિયા 22 હજારની કિંમતનું બાઈક કબ્જે લઈ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.