વિદેશની ઘેલછા અને ત્યાં રહેતા વર-કન્યા મેળવવા જતાં કેવા અનુભવ થતા હોય છે તેનો એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આણંદ શહેરના ગોપી અક્ષરફાર્મ રોડ શ્રીજીભુવન સૂર્યપૂજા ટેનામેન્ટ ખાતે રહેતાં 36 વર્ષીય વૈશાલીબેનના લગ્ન જ્ઞાતિના રિવાજ મુજબ મૂળ અમદાવાદના જીજસ બંગ્લો ખાતે અને હાલમાં યુએસએના જ્યોર્જિયા ખાતે રહેતા હિરેન રાજીવ અમીન સાથે વર્ષ 2021માં થયા હતા. લગ્ન બાદ તેઓ સાસરી અમદાવાદમાં ગયા બાદ બીજા દિવસ બાદ તેઓ આબુ ફરવા ગયા હતા.
ત્યારે પતિ હિરેનભાઈએ પોતાના અગાઉ યુએસએમાં લગ્ન થયા હતા અને તેમની એક દિકરી છે, જે ડિવોર્સ બાદ તેની માતા સાથે રહે છે તેમ જણાવ્યું હતું. જોકે, આ બાબતને લઈને નવયુગલ વચ્ચે ઝઘડો પણ થયો હતો. જોકે, બાદમાં તેઓ આણંદ આવ્યા બાદ પરિવારના બીજા સભ્યો સાથે પ્રથમ લગ્નની વાત કેમ તેનાથી છુપાવી તેમ કહેતાં જ સાસરીયાઓએ તેમની સાથે ઝઘડો કર્યો હતો. બીજી તરફ લગ્ન બાદ પતિ હિરેન તથા સસરા રાજીવ યુએસએ જતા રહ્યા હતા. અને સાસુ-નણંદ અમદાવાદ રોકાયા હતા. જ્યાં તે બંનેએ તેમના પર ચોરીનો આરોપ મૂક્યો હતો. આખરે, કંટાળી તેઓ તેમના ઘરે આવી ગયા હતા જ્યાં તેમણે પતિ સહિતના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.