નગરપાલિકાની ઝુંબેશ યથાવત:હવે પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી પાલિકાએ વધુ 7 રખડતાં પશુ પકડ્યા

આણંદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ઢોર પાર્ટી પર હુમલાની ઘટના બાદ નગરપાલિકાની ઝુંબેશ યથાવત

આણંદ નગરપાલિકાની ટીમ પર હુમલો કરી પશુપાલકો દ્વારા ગાય છોડાવી જવાની ઘટના બાદ સોમવારે પાલિકાઅે આક્રમક વલણ અપનાવીને પોલીસ બંદોબસ્ત સાથે 7 ગાયો પકડીને પાંજરે પુરી દેવામાં આવી હતી જેના પગલે પશુપાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ કે ગરવાલે જણાવ્યું હતું કે,આણંદ નગરપાલિકાના ટીમો દ્વારા સોમવારે શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી 7 જેટલી ગાયો પકડીને ગણેશ ચોકડી પાંજરે પુરી દેવામાં આવી છે. આગામી દિવસો શહેરના તમામ વિસ્તારોમાં સપાટો બોલાવીને ગાયો પકડીને પાંજરે પૂરી દેવામાં આવશે.

બીજી તરફ માલધારીઓ દ્વારા તાજેતરમાં રખડતી ગાયો પકડવા બાબતે ઝઘડો કરીને પાલિકાની ટીમ પર હુમલો કરીને માર માર્યો હતો. આખરે પાલિકાએ પોલીસ ફરિયાદ નોંધાવીને કાયદેસરની કાર્યવાહી હાથધરવામાં આવી હતી.

4 પશુપાલકોની ધરપકડ, મહિલા વોન્ટેડ
આણંદ શહેરના નવા બસ સ્ટેન્ડ વિસ્તારમાં ગત શનિવારે સવારે રખડતી ગાયોને પકડવા ગયેલી પાલિકા ટીમ પર કેટલાંક અસામાજિક પશુપાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં એક મહિલા સહિત પાંચ જણાં સામે ગુનો નોંધ્યો હતો.

દરમિયાન, આણંદ શહેરના સાંઈબાબા મંદિર પાછળ રબારીવાસમાં રહેતાં જિજ્ઞેશ ગોવિંદ રબારી, જેરીયો રબારી, ચરણ રબારી, દેવાંગ ઉર્ફે કાળો રબારી મોડી સાંજે પોલીસ સ્ટેશને હાજર થઈ જતાં તેમના કોવિડ રિપોર્ટ નેગેટિવ આવતાં જ તેમની ધરપકડ કરી હતી. જ્યારે મહિલા હજુ વોન્ટેડ છે.

અન્ય સમાચારો પણ છે...