આજના યુગમાં યુવા પુત્રવધુને વિધવાની કાંડી ટીલી સાથે આખું આયખું ગુજરાવું મુશ્કલે બને છે. પુત્રના લગ્ન બાદ ઘરમાં આવેલી પુત્રવધુને દિકરી માની સાસુ-સસરા રાખતાં હતા. પુત્રવધુ પણ સાસુ સસરાને માતાપિતાનો દરરોજ આપીને માનસન્માન જાળવતી હતી. એવા નાવલીના એન આર.આઇ પરિવારમાં લગ્નના 11 માસબાદ કોળો દિવસ આવ્યો હતો. પુત્રનું બિમારીમાં આકસ્મિક મોત થયું હતું. જો કે પુત્રના વિયોગ ઓસરતો ન હતો. સાસુ સસરાને દિકરી સમાન પુત્રવધુના જીવનને નવો રાહ ચિંધ્વાની નેમ લઇને બેઠા હતા.
આખરે એનઆરઆઇ પરિવાર પુત્રવધુ માટે એક એનઆરઆઇ યુવકને પસંદ કરીને તેના હાથની નંદલાયેલી ચુંટિયો પુન: પહેરાવીને કન્યાદાન કરીને અખર ભેર વિદાય આપી હતી. સાસુ-સસરાએ વિધવા પુત્રવધુને નવી જિંદગી શરૂ કરવાનો મોકો આપીને સમાજમાં એક અનોખો દાખલો બેસાડ્યો છે. આણંદ તાલુકાના નાવલી ગામના વતની અને હાલ અમેરિકા રહેતા નવીનભાઈ હરમાનભાઈ પટેલના પુત્ર હર્ષિલના લગ્ન ગત 21મી જાન્યુઆરી 2018 ના રોજ આણંદ જિલ્લાના રામોલ ગામના વતની અશ્વિનભાઈ પટેલની પુત્રી નૃશાલી સાથે થયા હતા.
પરંતુ લગ્નના માત્ર 11 માસ બાદ હર્ષિલનું આકસ્મિક અવસાન થયું હતુ. જેના કારણે આ પરિવાર પર જાણે આભ તુટી પડયુ હતુ. સમયના વહેણ વિત્યા બાદ હવે આ એનઆરઆઈ પરિવારે વિધવા પુત્રવધુ નૃશાલીને તેની નવી જીંદગી શરૂ કરવાનાે માેકાે આપ્યાે હતાે. સસરા નવીનભાઈ પટેલ અને સાસુ સંગીતાબેન અને નૃશાલીના પિતા અશ્વિનભાઈ સાથે જીવનસાથી શાેધવાની શરૂઆત કરી હતી.મુળ પેટલાદ તાલુકાના પાડગોલ ગામના વતની અને હાલમા અમેરિકામા રહેતા રાજેન્દ્રભાઈ શાંતિલાલ શાહના પુત્ર સ્મીતેન સાથે લગ્ન ગાેઠવવાનુ નક્કી થયું હતુ અને ગત તારીખ 25 ફેબ્રુઆરી 2023 ના રોજ આણંદ ખાતે વાજતે ગાજતે નૃશાલી અને સ્મીતેનના લગ્ન યોજવામાં આવ્યાં હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.