નોટિસ:સામરખા-લાંભવેલ કાંસમાં ગંદુ પાણી કાઢતાં નોટિસ ફટકારાઇ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાકરોલ પંચાયત દ્વારા ટેન્કરથી ગંદા પાણીનો નિકાલ કરાય છે

સામરખા લાંભવેલ કાંસમાં ગંદુ પાણી છોડવામાં આવતા તથા આ કાંસમાં ઝાડી ઝાંખરા વધતાં સફાઈ કરવામાં અગવડ વેઠવી પડે છે. આ કાંસમાં જવાબદારો સામે સિંચાઈ વિભાગ તરફથી પાલિકાને નોટિસ ફટકારી હતી. સામરખા લાંભવેલ થઈને બાકરોલ તરફ જતા કાંસમાં દર વર્ષે લાખો રૂપિયાનો ખર્ચ કરીને સફાઈ કરવામાં આવે છે. આ કાંસની સાફ સફાઈ થતી ના હોય તેવી સ્થિતિ સર્જાય છે. વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ આ કાંસમાં ગંદુ પાણી છોડવામાં આવતાં પારાવાર ગંદકી થાય છે.

આ અંગે સિંચાઇ વિભાગના કાર્યપાલક ઈજનેર એમ.પી. ગંભીરકરે જણાવ્યું હતું કે આ કાંસમાં બાકરોલ પંચાયત દ્વારા અવાર નવાર ટેન્કર મારફતે ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે. આ ઉપરાંત આણંદ નજીકની કેટલીક સોસા.ઓના ગંદા પાણીના નિકાલના જોડાણ આ કાંસમાં કરાયા છે. હાલ સફાઈ અભિયાન શરૂ કર્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા પણ સૂચના અપાઇ હતી. તેનું યોગ્ય પાલન કરવા આણંદ ચીફ ઓફિસરને લેખીતમાં નોટિસ પાઠવી હતી. આ કાંસમાં ઠાલવવામાં આવતું ગંદુ પાણી અને સોસાયટી દ્વારા છોડવામાં આવતુ ગંદુ પાણી બંધ કરવા પાલિકાને જાણ કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...