વળતરની માંગ:ઉમરેઠમાં વૃદ્ધને કૂતરું કરડતા પાલિકાને નોટિસ; પાલિકાના નિવૃત્ત કર્મચારીએ સ્થિતિ સારી ન હોવાથી વળતર માંગ્યું

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ઉમરેઠ નગરપાલિકાના નિવૃત્ત કર્માચારી અને સિનિયર સિટિઝનને કૂતરાએ બચકું ભર્યુ હતું. તેઓની આર્થિક સ્થિતિ સારી નથી અને અગરબત્તી ભરીને ગુજરાન ચલાવે છે. પાલિકાની બેદરકારીને કારણે કુતરા જાહેરમાર્ગો પર રખડી લોકોને કરડતા હોવાથી વૃધ્ધને વળતર આપવાની માગણી સાથેની નોટિસ એડવોકેટ નગરપાલિકાને પાઠવી છે.

ઉમરેઠ નગરપાલિકામાંથી નિવૃત્ત થયેલા અશોકકુમાર સેલત છુટક અગરબત્તી વેચીને જીવન ગુજરાન ચલાવે છે. તેઓ બુધવાર સવારે ફેરી કરવા માટે નીકળ્યા હતા ત્યારે યમુના સોસાયટી પાસે રખડતા કુતરાએ બચકું ભર્યુ હતું. તેઓને સારવાર માટે સી.એચ.સી સેન્ટર લઇ જવાયા હતા. જો કે કુતરું કરડતાં તેઓની રોજીરોટીનો પ્રશ્ન થયો છે કારણે કે તે હવે એક સપ્તાહ સુધી ફરી શકે તેમ નથી.

રખડતા ઢોર અને કૂતરાઓનું નિયંત્રણ કરવાની જવાબદારી નગરપાલિકા છે. નગરપાલિકાની બેદરકારીને વૃધ્ધને કૂતરૂ કરડયું છે. જેથી વૃધ્ધને યોગ્ય વળતર ચુકવવા માટે એડવોકેટ મુકેશ ત્રિવેદીએ ઉમરેઠ નગરપાલિકાને નોટીસ પાઠવી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ઉમરેઠ નગરમાં શેરી કુતરાં અને રખડતા ઢોરોનો અસહ્ય ત્રાસ છે. અગાઉ પણ રખડતા પશુઓએ લોકોને અડફેટે ચઢાવ્યાના બનાવ બન્યા હોવા છતાં નગર પાલિકાના સત્તાવાળાઓ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...