તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:આણંદના ગંગદેવનગરમાં પાણી ગંદુ આવતા કોન્ટ્રાકટરને નોટિસ

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ સમસ્યાઓનો નિકાલ કરવાની સુચના આપી

આણંદમાં વિકાસના નામે પાલિકા તંત્રએ ગટર લાઈન, સ્ટ્રોમ ડ્રેનેજ લાઈન બનાવવાની કામગીરીના પગલે ઠેર ઠેર ખોદકામ કર્યુ છે. ત્યારે ગંગદેવનગરમાં ખોદકામના લીધે ઘણા સમયથી ગંદુ પાણી આવતુ હોવાની ફરિયાદોના પગલે આજે પાલિકાના ચીફ ઓફિસરે તમામ કોન્ટ્રાકટરોની મિટીંગ બોલાવી હતી. મિટીંગમાં આક્રમક વલણ અપનાવી કોન્ટ્રાકટરોને ચોમાસા પહેલા તમામ કામગીરીઓ પૂર્ણ કરી દેવા ઉગ્ર સ્વરૂપે ધમકાવી શહેરની સમસ્યાઓનું સતત મોનિટરીંગ કરી વહેલી તકે નિકાલ કરવાની સાથે સુચનાઓ આપી હતી.તેમજ ગંગદેવ નગરમાં બેદરકારી બદલ કોન્ટ્રાકટરને નોટિસ ફટકારી હતી.

આણંદ ટાઉન હોલ રોડ, અક્ષર ફાર્મ રોડ,ગંગદેવ નગર,મોટી ખોડિયાર રોડ, નાની ખોડીયાર રોડ સહિતના વિસ્તારોમાં પાલિકા તંત્ર દ્વારા ગટર લાઈન, ડ્રેનેજ લાઈન સહિત વરસાદી પાણીની પાઈપ લાઈનો નાંખવાની કામગીરી હાથ ધરાઈ છે. આ બાબતે ગંગદેવ નગર વિસ્તારના રહીશોએ પાલિકા તંત્રને પાણીની લાઈનમાં ગંદુ પાણી આવતું હોવાની ફરિયાદો કરી હતી.

આખરે આણંદ પાલિકા ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે શહેરની તમામ ફરીયાદોના પગલે બુધવારે પાલિકામાં તમામ કોન્ટ્રાકટરોની મિટીંગ રાખવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...