તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:RTO નો ટેકસ ન ચુકવનારાને નોટીસ, છતા ટેકસ ન ભરતા વાહનો જપ્ત કરાશે

આણંદ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • 3 કરોડ 98 લાખ ઉપરાંતનો ટેક્સ બાકી :33 લાખથી વધુ રકમની વસુલાત

આણંદ જીલ્લા RTO દ્વારા વર્ષ 2016 પહેલા કોમર્શિયલ, હેવી ગુડઝ વાહનોની બાકી પડતી ટેક્સની વસુલાત કરવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.ત્યારે 1552 વાહન માલિકોનો 3 કરોડ 98 લાખ ઉપરાંત રકમનો ટેક્સ બાકી પડતો હોઈ નોટિસ ફટકારવામાં આવી છે. આમ છતાં પણ બાકી સામે વસુલાત કરવામાં ટીમો બનાવી ચેકિંગ કાર્યવાહી શરૂ કરી દીધી છે.આ સમયે વાહન માલિકે ટેકસ ભરપાઈ નહીં કરવામાં આવેલ હોવાનું તપાસમાં જણાશે તો વાહન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરાશે.

આણંદ જીલ્લા એ.આર.ટી.ઓ નિમીષાબેન પંચાલે જણાવેલ કે આણંદ જીલ્લામાં 1552 જેટલા વાહન માલિકોને ટેકસ નહીં ભરતા હોઈ નોટિસ ફટકારવામાં આવી છે.નોટિસ આપવા છતાં વાહન માલિકો ટેકસ ભરપાઈ કરવામાં આવતી નથી.આખરે બાકી ટેકસ એકસાથે ભરપાઈ કરી શકે તે માટે લાઈફ ટાઈમ યોજનાનો લાભ સહીત જેને હપ્તે રિકરીંગ યોજનાનો લાભ લેવા અને ઓન લાઈન ટેઈસ ચુકવણી માટે પણ સુચનાઓ આપવામાં આવતી હોય છે.જો કે આણંદ જીલ્લામાં વર્ષ 2016 પહેલા કોમર્શિયલ, હેવી ગુડઝ વાહનોની બાકી પડતી ટેક્સની વસુલાત કરવા માટે ઝુંબેશ શરૂ કરાઇ છે.

ત્યારે 1552 વાહન માલિકો ધ્વારા 3 કરોડ 98 લાખ ઉપરાંત રકમનો ટેક્સ બાકી પડતો હોઈ નોટિસ આપી છે.જેમાં 33 લાખ ઉપરાંત 192 વાહનોની વસુલાત થઈ હતી.આમ 1552 વાહન ચાલકો જેવા કે ટ્રક સહિત હાવી વાહનોનો વર્ષ 2016 પહેલાનો ટેકસ બાકી પડતો હોઈ તંત્ર દ્વારા નોટિસ ફટકારવામાં આવી હતી. છતાં પણ બાકી વસુલાત કરવામાટે તંત્ર દ્વારા ટીમો બનાવી ચેકિંગ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.આ સમયે વાહન માલિકે ટેકસ ચુકવ્યો હોવાનું તપાસમાં જણાશે તો વાહન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો