તંત્ર એકશનમાં:લાયસન્સ વગર ચાલતાં પુઠ્ઠાના કારખાનાને નોટિસ

આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાના રોડ પરના કારખાનામાં તપાસ

આણંદ જિલ્લામાં ઔદ્યોગિક સ્વાસ્થય સલામતી વિભાગ દ્વારા આણંદની આજુબાજુ આવેલા કંપનીઓ અને ફેકટરીમાં તપાસ હાથધરી હતી. જેમાં બે પુઠાના કારખાનામાં તપાસ કરતાં તેઓ વગર લાયસન્સ કારખાના ચલાવતા હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી કારખાનાના માલિકને નોટીસ પાઠવીને કાર્યવાહી હાથ ધરી છે.

આણંદ જિલ્લા ઔદ્યોગિક સ્વાસ્થય સલામતી વિભાગ દ્વારા આણંદ,વિદ્યાનગર સહિત અન્ય વિસ્તારમાં આવેલી કંપનીઓમાં નિયમોનું પાલન થાય છે કે નહીં . તેમજ કર્મચારીઓને પુરતી સુવિધા આપવામાં આવે છે.તે અંગેની ચકાસણી હાથધરી હતી. ચકાસણી દરમિયાન 10 થી વધુ એકમોની તપાસકરી હતી.

જેમાં આણંદ -ગાના રોડ પર આવેલા 2 પુઠાના કારખાનમાં તપાસ કરતાં કારખાના ચલાવવા માટે લાયસન્સ કે સક્ષમ અધિકારીની મંજૂરી લીધી ન હોવાનું બહાર આવ્યું હતું. જેથી ઔદ્યોગિત સલામતી વિભાગના અધિકારીએ તાત્કાલિક બંને કારખાનાદારોને નોટીસ પાઠવીને જવાબા માગ્યો છે.તેમજ લાયસન્સ વગર કારખાન ચાલવા બાબતેનો ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...