તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:હાઇકોર્ટેના આદેશના પગલે આણંદમાં BU પરમીશન વિનાની 40 ઇમારતોને નોટીસ

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તંત્રએ નોટીસ આપી છતાંયે બીયુ પરમીશન નહીં મેળવાર સામે કાર્યવાહી હાથ ધરવાના આદેશ

રાજયમાં ગેરકાયદે બીયુ પરમીશન વિના અને ફાયરએનોસી વિનાની ઇમારતો સામે હાઇકોર્ટે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા.ત્યારે રાજય સરકારે આણંદ જિલ્લમાં માહિતીના આદેશના પગલે આણંદ વિદ્યાનગર,કરમસદમાં અવકુંડાએ લાંબા સમયથી બીયુ પરમીશન નહીં ધરાવતી40 જેટલી હોસ્પિટલો સહિત અન્ય ઇમારતોને નોટીસ ફટકારી હતી. જો કે નોટીસ ફટકાર્યાબાદ દિન-07માં પરમીશન મેળવવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી હાથધરવાના આદેશ કરાયા છે.

આણંદ વિદ્યાનગર અને કરમસદના અવકુંડા વિભાગના સુનિલભાઇ જણાવેલ કે હાઇકોર્ટ આદેશના પગલે આણંદ વિદ્યાનગર અને કરમસદમાં બીયુ પરમીશન વિના ધમધમતા હોસ્પિટલ,શાળાઓ અને અન્ય બિલ્ડીંગોમાં બીયુ પરમીશન નહીં હોવા બાબતે ટીમો બનાવીને સર્વેની કામગીરી હાથધરવામાં આવી રહી છે. વધુ માહિતી મુજબ આણંદ બીયુ પરમીશન વિના વર્ષોથી મોટીસંખ્યામાં ઇમારતો હોવાનું આણંદ ફાયરબ્રિગેડ દ્વારા રીપોર્ટ તૈયાર કરવામાં આવતાં આણંદ પાલિકા હસ્તકની 33 જેટલી શાળાઓ સહિત પાલિકા કોમ્યુનીટી હોલ સહિતની જિલ્લામાં 685 જેટલી ઇમારતોમંા આજદિન સુધી બીયુ પરમીશન અને એનઓસી નહીં હોવા બાબતે ચીફ ઓફિસર ગૌરાંગ પટેલે રાજય સરકારની વડી કચેરીએ રીપોર્ટ મોકલવામાં આવ્યો છે.

જો કે બીજી તરફ હાઇકોર્ટે બીયુ પરમીશન વિના ઇમારતો સામે કાર્યવાહી હાથધરવા આદેશના પગલે આણંદ ફાયરબ્રિગેડ સહિત અવકુડા વિભાગ એકાએક હરકતમાં આવી ગયું છે. જો કે શહેરમાં બીયુ પરમીશન વિનાની 40 જેટલી હોસ્પિટલો સહિત અન્ય ઇમારતના માલિકોને ડોર ટુ ડોર નોટીસ ફટકારવામાં આવી છે.જેના પગલે ગેરકાયદે બીયુ પરમીશન વિના ધમધમતી ઇમારતોના માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પરમીશન લેવા માટે વડોદરા સુધી દોડધામ મચી ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...