રોગચાળો ડામવા પાલિકાની કવાયત:મચ્છરના પોરા મળી આવતાં આણંદની 10 સાઇટને નોટિસ

આણંદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

આણંદ શહેરના વિવિધ વિસ્તારોમાં અસહ્યં ગંદકીના પગલે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે. જેના કારણે મેલેરિયા સહિત વાયરલ બિમારી માથું ઉચકયું છે.ત્યારે પાલિકાએ 10 બાંધકામ સાઇટમાં તપાસ કરતા મચ્છરના પોરા મળી આવ્યા હતા. જેને પગલે નોટિસ ફટકારી હતી.

આણંદ નગરપાલિકા મેલેરિયા વિભાગ અને આણંદ આરોગ્ય વિભાગની ટીમોએ શહેરની 50 વધુ સોસાયટીઓમાં સર્વે કરીને મચ્છરોનો ઉપદ્રવ અટકાવવા માટે ફોગીંગ કર્યું હતું.આરોગ્ય વિભાગ દ્વારા કન્સ્ટ્રકશન સાઇટમાં ચેકીંગ હાથધર્યું હતું. જેમાં 10 જેટલી સાઇટોમાં મચ્છરોના પોરા મોટી સંખ્યામાં મળી આવ્યાં હોવાથી આરોગ્ય વિભાગ દ્વારા નોટીસ પાઠવીને તાત્કાલિક મચ્છરોના પોરાના નાશ થાય તે માટે તકેદારી રાખવા જણાવ્યું છે.

આણંદ શહેરના લોટીયા ભાગોળ, જીટોડિયા રોડ સહિતના વિસ્તારોમાં વાયરલ બિમારીઓના કેસ વધી ગયા છે.તેને ધ્યાને લઇને આરોગ્ય વિભાગ દ્વારા 400થી વધુ ઘરોમાં તપાસ હાથ ધરીને મચ્છરના પોરા મળી આવ્યાં તેવા વાસણો ,પાત્રો નો નાશ કર્યો હતો. તેમજ શહેરના વોર્ડ નં 7 થી 13 માં નગરપાલિકા દ્વારા ડીડીટી પાવડરનો છંટકાવ તથા ફોગીંગ સાથેની કામગીરી હાથ ધરવામાં આવી છે. મેલેરિયાની સાથે સાથે કોરોના સંક્રમણ કેસ મળી રહ્યાં હોવાથી અર્બન હેલ્થ સેન્ટર દ્વારા ઘેર ઘેર સર્વેની કામગીરી હાથધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...