તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરનારા યુવક સામે ગુનો નોંધો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અગ્રણીઓનું પોલીસ વડાને આવેદન

ખંભાત શહેરમાં જુની મંડાઈ પથ્થર મસ્જીદ પાસે સૈયદવાડામાં રહેતી મુસ્લીમ યુવતીને પ્રેમજાળમાં ફસાવી લાલબાગ સામે રહેતો ઉત્કર્ષ પ્રદીપકુમાર પુરાણી ભગાડીને લઈ જઈ તેણી સાથે હિન્દુ લગ્નવિધિથી ધર્મ પરિવર્તન કરી લગ્ન કરી લેતા પોલીસ દ્વારા ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) અધિનિયમ 2021 હેઠળ ગુનો નોંધવાની માંગ સાથે લેખિત ફરિયાદ આપી હોવા છતાં ખંભાત સીટી પોલીસ દ્વારા આરોપીઓ સામે ગુનો નોંધવામાં નહી આવતા આજે યુવતીના પિતા તેમજ મુસ્લીમ અગ્રણીઓ અને ધર્મગુરુઓ દ્વારા પોલીસ અધિક્ષક અને રાજ્યપાલને સંબોધીને લખેલું આવેદન કલેકટર કચેરીમાં આપી ગુનો નોંધવાની માંગ કરી હતી.

ખંભાત શહેરમાં જુની મંડાઈ પથ્થર મસ્જીદ પાસે સૈયદવાડામાં રહેતી ફરહીનબાનુ સૈયદે લાલ દરવાજા પાસે ગાયત્રીનગરમાં રહેતા ઉત્કર્ષ પ્રદીપ પુરાણી નામના યુવકે લગ્ન કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...