ભાજપની જંગી જીતે ઇતિહાસ રચ્યો છે ત્યારે આણંદ જિલ્લાની બે બેઠક પર રસાકસીનો ખેલ જામ્યો હતો. નોટાના મત ભાજપને મળ્યા હોત તો સરસાઈ વધારે પાતળી બનતી જ્યારે કોંગ્રેસને નોટાના મત મળતા તેની સરસાઈ વધી જતી. કોંગ્રેસે જીતેલી બે બેઠકની લિડ નોટાના મત કરતાં સહેજ જ વધુ છે.
આણંદ જિલ્લાની સાતેય વિધાનસભા બેઠકોના નોટા મત 18589 છે. આંકલાવ અને ખંભાત બેઠક પર સામાન્ય સરસાઈથી કોંગ્રેસે જીત મેળવી હતી, પરંતુ જો તે બેઠક પર નોટાના મત ભાજપને મળ્યા હોત તો પણ ભાજપ ન જીતી શકતું, પણ સરસાઈ વધુ પાતળી બની જતી. કારણે કે આંકલાવ બેઠક પર કોંગ્રેસ 2703ની લિડથી જીત્યું હતું જ્યારે તેની સામે નોટાના મત 2692 છે. તો ભાજપને નોટના મત સહિત વધુ 11 મતની જરૂર પડતી. તેવીજ રીતે ખંભાતની વાત કરીએ તો કોંગ્રેસ 3569ની લીડથી જીત્યું હતું. જ્યાં ખંભાતમાં ભાજપને નોટાના મત સહિત વધુ 979 મત હતા. જો બંને સીટો પર નોટાના કોંગ્રેસને મળતા તો આંકલાવમાં કોંગ્રેસને 5395 મતોની લીડ અને ખંભાતમાં 6159 મતોની લીડથી સરસાઈમાં વધારો થાત.
આંકલાવ બેઠક પર 2 અપક્ષોએ 1748 મત અને બહુજન પાર્ટીના ઉમેદવારે 778 મત મેળવ્યા હતા. જયારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર 1603 મત ખેંચી જતાં ભાજપના હાથમાંથી આંકલાવ બેઠક સરી ગઇ હતી. જયારે ખંભાતમાં અપક્ષ ઉમેદવાર મહિપતસિંહ ચૌહાણ 9514 મત ખેંચી ગયા હતા. જેને પગલે ભાજપને 5 હજાર મતનું નુકશાન થયું હતું.
બેઠક દીઠ નોટાના મત | |||
બેઠક | સરસાઈ | નોટા | |
આણંદ(ભાજપ) | 41,570 | 2157 | |
આંકલાવ(કોંગ્રેસ) | 2703 | 2692 | |
બોરસદ(ભાજપ) | 11,259 | 2093 | |
ખંભાત(કોંગ્રેસ) | 3569 | 2590 | |
પેટલાદ(ભાજપ) | 17,983 | 2434 | |
સોજીત્રા(ભાજપ) | 29,464 | 2766 | |
ઉમરેઠ(ભાજપ) | 26,922 | 3857 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.