કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં બુધવારે કોરોનાનો એક પણ કેસ નહીં

આણંદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 4 દર્દીઆે કોરોનાને હરાવી ઘરે પરત ફર્યા

આણંદ જિલ્લમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યા બાદ છેલ્લા કેટલાક સમયથી કાબુમાં આવી રહ્યો છે. તેની સામે સંભવિત કોરોનાની ત્રીજી લહેરની પણ ભીતિ છે.ત્યારે જિલ્લામાં કોરોના નાબુદ થતો હોય તેમ લાગી રહ્યું છે.પણ હરખાવાની કોઇ જરૂર નથી કારણ કે જો સાવધાની હટી તો દુર્ઘટના ઘટી જેવી સ્થિતિ સર્જાઇ શકે છે.આણંદમાં આજે કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. જ્યારે જિલ્લામાં વધુ 4 દર્દીઓએ કોરોનાને હરાવીને ઘરે પરત ફરતાં એક્ટિવ કેસની સંખ્યા 5 પર પહોંચી જવા પામી છે.

જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર જિલ્લામાં અત્યાર સુધી સુધી કુલ 4,39,024 લોકોએ કોરોનાનું પરિક્ષણ કરાવ્યું હતું. જેમાંથી 4,29,401 લોકોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે 9623 લોકોનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જે પૈકી 9569 દર્દીઆેએ કોરોનાને હરાવીને ઘરે પરત ફર્યા છે. આમ જિલ્લામાં હાલ 5 અેક્ટિવ દર્દીઆે સારવાર લઈ રહ્યાં છે. જે પૈકી 1 દર્દી હોસ્પિટલમાં જ્યારે 4 દર્દીઓ હોમઆઈસોલેશનમાં સારવાર લઈ રહ્યાં છે.