તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:આણંદ જિલ્લામાં આજે કોરોનાનો એકપણ કેસ નહીં, એક્ટિવ કેસની સંખ્યા 7 પર યથાવત

આણંદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આજે 8 હજાર 945 નાગરિકોનું રસીકરણ કરાયું

આણંદ જિલ્લામાં કોરોના સંક્રમિત નાગરિકોનો પ્રવાહ ધીમો થઈ રહ્યો છે. કોરોના જિલ્લામાં વિદાય લે તેવી પરિસ્થિતિ જણાઈ રહી છે. આજે કોરોના સંક્રમણ નવા 0(શૂન્ય) કેસ નોંધાયા છે. આણંદ જિલ્લામાં નોંધાયેલ કોરોનાના એક્ટિવ કેસ માત્ર 7 જ રહ્યા છે. જિલ્લામાં શરૂ થયેલા રસીકરણમાં આરોગ્ય તંત્રની કામગીરી અપૂરતા વેકસીન જથ્થાને કારણે અટવાઈ છે. જિલ્લામાં નાગરિકોનું રસીકરણ 9 તારીખ સુધી બંધ રખાયું હતું જે આજે ફરી શરૂ કરાયું હતું. આજે 8 હજાર 945 નાગરિકોનું રસીકરણ કરાયું છે.

આણંદ જિલ્લા આરોગ્ય વિભાગની કોરોનાની સત્તાવાર યાદી અનુસાર આજે ફરી 0 (શૂન્ય) કેસ નોંધાયા છે. દૈનિક સંક્રમિતોની ઘટતી અને નહિવત નોંધાતી સંખ્યાને લઈ સરકારી તંત્રમાં હાશકારો વ્યાપી રહ્યો છે.લાગે છે હવે કોરોના વિદાય લઈ રહ્યો છે. જોકે પ્રજા માટે હરખવા જેવી બાબત નથી જો સાવચેતી હટી તો દુર્ઘટના ઘટી ઉક્તિ અનુસાર ફરી તકલીફોનો સામનો કરવો પડી શકે તેમ છે.

અત્યાર સુધીના સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો 9 હજાર 599 સુધી પહોંચ્યો છે. જેમાંથી અત્યાર સુધી 9 હજાર 545ને સારવાર બાદ સારું થઈ જતાં તેમને રજા આપી દેવામાં આવી છે. કોરોના થી મૃત્યુ પામેલ દર્દીઓનો અત્યાર સુધીનો મૃત્યુઆંક 48 નોંધાયો છે. આણંદ જિલ્લામાં હાલ 7 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાં 2 દર્દી વેન્ટિલેટર ઉપર કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.અને 5 દર્દીઓ હોમ ક્વોરોન્ટાઇન કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...