આણંદ શહેર સહિત જિલ્લામાં 20મી જાન્યુઆરી બાદ કોરોના સંક્રમણે પુનઃ ગતિ પકડી હતી એક વખત દૈનિક 150 થી વધુ કોરોના કેસ નોંધતા હતા. 22મી જાન્યુઆરી રોજ સૌથી વધુ 565 કેસ નોંધાયા હતા. ત્યારબાદ સતત કોરોના કેસ વધઘટ જોવા મળી હતી. અગાઉ 19મી ડિસેમ્બરના રોજ આણંદ જિલ્લામાં કોરોના શૂન્ય કેસ જોવા મળ્યો હતો. આમ 66 દિવસ બાદ કોરોના કેસ શૂન્ય નોંધાયો છે. જયારે એકટીવ કેસની સંખ્યા 20 પર અટકી છે.
આણંદ જિલ્લામાં છેલ્લા 70 દિવસમાં 5780 પોઝિટિવ કેસ નોંધાયા હતો. જેમાંથી માત્ર 150 જેટલા દર્દીઓને હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે. બાકીના 5630 દર્દીઓ હોમ આઇસોલેસન સારવાર લીધી હતી. હાલમાં માત્ર20 એકટીવ કેસ છે.જેમાંથી 2 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યાં છે. બાકીના 18 દર્દીઓ હોમઆઇસોલેશન હેઠળ સારવાર લઇ રહ્યાં છે. કોરોના બીજી લહેરમાં દૈનિક18 ટન ઓક્સિજનની જરૂર પડતી હતી. સંભવિત ત્રીજી લહેરમાં કોરોના સંક્રમણ ઘાતક ન હોવાથી માત્ર 65 દર્દીઓને ઓક્સિજન જરૂર પડી હતી. આ વખતે તંત્રે તૈયારી કરી હતી.
પરંતુ મોટાભાગના દર્દીઓ ઘરે રહીને સજા થઇ ગયા હતા. આરોગ્ય વિભાગ દ્વારા પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે.રવિવારે પણ 8219 યુવકોને વેક્સિન આપવામાં આવી હતી. હાલમાં પણ ગ્રામ્ય વિસ્તારમાં જુદી જુદી ટીમો દ્વારા શંકાસ્પદ દર્દીઓની તપાસ કરી દવા વિતરણ કરાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.