તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજની ચૂંટણી:જિલ્લામાં પ્રથમ દિવસે એક પણ ઉમેદવારી ફોર્મ ન ભરાયું

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આણંદમાં 130, બોરસદમાં 135 ફોર્મનું વિતરણ

આણંદ નગરપાલિકા સહિત 6 નગર પાલિકાઓમાં, જિલ્લા પંચાયતની 42 બેઠકો અને 8 તાલુકા પંચાયતની 196 બેઠકો પર પ્રથમ દિવસે એક પણ ઉમેદવારી પત્ર ઓફ લાઇન કે ઓનલાઇન ભરાયા નથી. જો કે પ્રથમ દિવસે 500 વધુ ઉમેદવારી ફોર્મનું વિતરણ થયું છે. આણંદ નગરપાલિકા ચૂંટણી લડવા ઇચ્છુંક માટે ઉમેદવારી પત્ર વિતરણની વ્યવસ્થા બેંકવેટ હોલમાં કરવામાં આવી હતી.જેમાં દિવસ દરમિયાન 130 ફોર્મનું વેચાણ થયું છે.જયારે બોરસદ નગરપાલિકાના ઉમેદવારીપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યાં સવારથી ફોર્મ મેળવવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.બપોરે ત્રણ વાગ્યા સુધી 135 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું.

પાલિકાની ચુંટણીને લઇ શહેરના રાજકારણમાં ગરમાવો પ્રસરી જવા પામ્યો છે હાલ પાલિકાની ચુંટણી લડવા ઉત્સુક ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભરવાની દોડધામ શરૂ કરી દીધી છે ઉમેદવારીપત્રોની સાથે સામેલ કરવાના વિવિધ પુરાવા જેમ કે પાલિકાનો શૌચાલયનો દાખલો,મિલ્કત વેરાનો દાખલો, રહેવાસીનો દાખલો તેમજ પોલીસ વિભાગનો ચાલચલગતના દાખલા મેળવવા માટે ઉમેદવારો દ્વારા કમર કસવામાં આવી છે.

હાલ તો એક વોર્ડમાં 4 બેઠકો પર 15 થી 20 ઉમેદવારો ઉમેદવારી કરવાના હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે16મી ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રો પરત ખેંચવાની તારીખ બાદ ખરેખરની સ્થિતિ બહાર આવશે જયારે હજુ સુધી એક પણ પક્ષ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી જેને લઇને પણ ભારે સસ્પેન્સ જોવા મળી રહ્યો છે.ત્યારે પાલિકાની ચુંટણી આ વખતે ભારે રસાકસીભરી રહેશે તેમ લાગી રહ્યું છે. ઉમરેઠ,ખંભાત, સોજીત્રા નગર પાલિકામાં મોટી સંખ્યામાં ઉમેદવારી ફોર્મનું વેચાણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

    વધુ વાંચો