કાર્યવાહી:NOC, ફાયર સુવિધા વગરની ઇમારતો સામે તવાઇ ,3 દિવસની મહેતલ

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
આણંદ સિવિલ હૉસ્પિટલમાં ફાયર એનઓસી નહીં હોવાથી આણંદ ફાયર વિભાગ દ્વારા CDMOની ઓફિસને સીલ મારી દેવાયુ છે. ત્યારે સાત દિવસમાં ફાયર એનઓસી લેવામાં નહી આવે તો પાણી સહિત ગટરના કનેકશન કાપી નાંખવાની તંત્રએ સુચના આપી છે. - Divya Bhaskar
આણંદ સિવિલ હૉસ્પિટલમાં ફાયર એનઓસી નહીં હોવાથી આણંદ ફાયર વિભાગ દ્વારા CDMOની ઓફિસને સીલ મારી દેવાયુ છે. ત્યારે સાત દિવસમાં ફાયર એનઓસી લેવામાં નહી આવે તો પાણી સહિત ગટરના કનેકશન કાપી નાંખવાની તંત્રએ સુચના આપી છે.
  • આણંદ નગરપાલિકા આકરા પાણીએ થતા 111 હોસ્પિટલોએ એન.ઓ.સી મેળવી, 90 ઇમારતો વેઇટિંગમાં

આણંદ નગરપાલિકા વિસ્તારમાં આવેલી હોસ્પિટલો, શાળાઓ, ગેસ્ટ હાઉસ, કોમર્યશિયલ બિલ્ડીંગો, રેસ્ટોરન્ટ, હોટલો સહિત મોટી બિલ્ડીંગોની ચાર માસ અગાઉ આણંદ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમો દ્વારા સ્થળ તપાસ કરીને ફાયર સેફટીના સાધનો અને એનઓસી ન ધરાવનાર માલિકોને નોટીસ ફટકારીને તાત્કાલિક એનઓસી મેળવી લેવા સુચનાઓ આપી હતી. જેના ભાગરૂપે શહેરની સિવિલ હોસ્પિટલમાં સીડીએમઓની ઓફિસમાં સીલ મારી દેતા શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો.

પાલિકા તંત્ર હવે આ ઝુંબેશને આગળ ધપાવી આગામી ત્રણ દિવસમાં રેસ્ટોરન્ટ, હોટલ, બેંકો, કોમર્શિયલ બિલ્ડીંગોના બી.યુ, ફાયર એનઓસી નહીં હોય તો ગટર અને નળ કનેકશન કાપવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તેમ આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર ગૌરાંગ પટેલ જણાવ્યું હતું.

આણંદ શહેરમાં બી. યુ અને ફાયર એન.ઓ.સી વગરની હોસ્પિટલો સામે કાર્યવાહીની તૈયારી કરાઇ છે. જેના ભાગરૂપે શહેરની 111 હોસ્પિટલોના સંચાલકોએ એનઓસી મેળવી લીધી હતી પરંતુ શહેરમાં સરકારી બેંકો, શાળાઓ, હોટલો, ગેસ્ટ હાઉસ અને કોમર્શિયલ બિલ્ડીંગોમાં નોટીસ આપીને વારંવાર સુચના આપવા છતાં ફાયરના સાધનો સહિત એનઓસી લેવામાં આવતી નથી. તેવા 90 થી વધુ એકમોને નોટીસ પાઠવીને આગમી ત્રણ દિવસમાં એનઓસી સહિત કામગીરી પૂર્ણ કરવાની સુચના આપવામાં આવી છે. વધુમાં સિવિલ હોસ્પિટલમાં સીડીએમઓની ઓફિસને સીલ મારી દેવામાં આવ્યું છે.

પરંતુ ત્રણ વોર્ડમાં 17 દર્દીઓ સારવાર હેઠળ હોવાથી પાણીનું કનેકશન અને ગટર કનેકશન કાપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હતી. છતાં આગામી 7 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં ફાયર એનઓસી લેવામાં નહીં આવે તો ગટર કનેકશન અને પાણીના કનેકશન કાપી નાંખવામાં આવશે.

112 હોસ્પિટલને એનઓસી ન હોય નોટિસ પાઠવી
આણંદ શહેરમાં ચાર માસ અગાઉ જૂની સિવિલ સહિત 112 હોસ્પિટલોને નોટિસ પાઠવીને એનઓસી મેળવી લેવા જણાવ્યું હતું. તેમજ કોમર્શિયલ બિલ્ડીંગોને નોટીસ પાઠવામાં આવી હતી. જેમાંથી 111 ખાનગી હોસ્પિટલોના સંચાલકોએ એનઓસી મેળવી લીધી છે. જયારે અન્ય લોકોએ એનઓસી મેળવી નથી તેવા સામે આગામી દિવસોમાં કાર્યવાહી કરવામાં આવશે.> ધર્મેશ ગોર, સુપ્રિટેન્ડ ફાયર વિભાગ આણંદ

અન્ય સમાચારો પણ છે...