ભાસ્કર વિશેષ:હવે નહીં પાક્કો રંગ, ધૂળેટી માત્ર હર્બલને સંગ

આણંદ‎14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધૂળેટી રમવા માટે પ્રાકૃતિક રંગના ઉપયોગનો ચરોતરના યુવાનોમાં ક્રેઝ વધ્યો

સામાન્ય સંજોગોમાં હોળી ધુળેટીના તહવારની ઉજવણી માટે ઉજવણી દરમ્યાન પાકા રંગ, રંગ મિશ્રિત પાણી, કાદવ અથવા તૈલી વસ્તુઓ અને કલરનો ઉપયોગ કરતાં હોય છે. અમુક લોકો તો રસ્તે આવતા જતાં લોકો પર કલર પણ ફેંકતા હોય છે. જેને કારણે લોકોને સ્કીન એલર્જી તથા આંખ કાન વાળ અન્ય શરીરના ભાગોમાં સમસ્યા ઊભી થતી હોય છે.

પરંતુ આજકાલ કુદરતી રંગોથી ધૂળેટી રમવાની જાગૃતિ યુવાનોમાં ફેલાઈ રહી છે. જેમાં વલ્લભ વિદ્યાનગરમાં રહેતા યુવા વિદ્યાર્થીઓના મત જાણતા બહાર આવ્યું હતું કે કેમિકલ યુક્ત રંગના બદલે વિવિધ પ્રકારની સ્કીન એલર્જીથી બચવા તેઓ પ્રાકૃતિક રંગનો જ ઉપયોગ કરશે અને અન્યને પણ તે અંગે જાગૃત કરશે.

નેચરલ કલરથી કોઈ નુકશાન થતું નથી
નેચરલ રંગોથી ચામડી ઉપર કોઈ નુકશાન થતું નથી અને ચામડી સારી રહે છે. કેમિકલ યુક્ત આંખોમાં જતાં આંખોની દ્રષ્ટિ પણ અમુક લોકો કોઈ બેસતા હોય છે જ્યારે પ્રાકૃતિક રંગોથી ધૂળેટી રમવાથી લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ થતી નથી.> નીલકંઠ મહેતા, વિદ્યાર્થી

કેમિકલ યુક્ત રંગોનો ઉપયોગ ટાળવો
કેમિલવાળા કલરની સાથે સાથે રંગોને પલાળવાનું ટાળવું જોઇએ. કારણે કે કેમિકલ યુક્ત કલર નુકશાન તો કરેજ છે પરંતુ પલાલેળા કલર તેનાથી વધુ નુકશાન કરે છે. પલાળેલા રંગો ચિકાસ પકડે છે અને તે ધૂળેટી રમતા તે સુકાઈ જતાં વાળ ચીકણા કરી દે છે, જેને પગલે વાળ ઊતરવાની સમસ્યા સર્જાઇ છે. જેથી કેમિકલ યુક્ત અને પલાળેલા રંગોનો ઉપયોગ ટાળવો જોઈએ.> ધ્રુમિલ જોશી વિદ્યાર્થી

પ્રાકૃતિક રંગ સલામત હોય છે
હોળી ધૂળેટી રંગોનો તહેવાર છે. જ્યારે સમજ નહોતી ત્યારે દુકાનમાંથી કેમિકલ વાળા રંગ લઈ આવીને રમતાં અને નુકશાન થતું. પાણીમાં પલાળીને રંગનો ઉપયોગ કરતાં જેનાથી આખા શરીરે ફોલ્લીઓ થઈ જતી અને બળતરા પણ થતી. પરંતુ હવે હર્બલ કલર થી જ ધૂળેટી રમીશું અને રમાડીશું પણ. > રૈના પ્રજાપતી, વિદ્યાર્થીની

નેચર કલરથી જ ધૂળેટી રમવી જોઈએ
બજારમાં પ્રાકૃતિક રંગો ખૂબ ઓછા મળે છે. પરંતુ સલામત અને તંદુરસ્ત રહેવું હોય તો નેચરલ રંગોથીજ હોળી રમવી જોઈએ. નેચરલ કલરમાં ઘરે પણ બનાવી શકાય છે. તે ઓછા ખર્ચાળ અને સુરક્ષિત છે. હું દરેકને અપીલ કરીશ કે તેઓ દર વર્ષે નેચરલ કલરનો ઉપયોગ કરે જેના કારણે શરીરને નુકસાન પણ ન કરે અને રમવાની મજા આવે. > જયદીપ પરમાર, વિદ્યાર્થી

કુદરતી રંગ દૂર કરવા માટે મહેનત પડતી નથી
નેચરલ રંગ લાગેલો હોય તે દૂર કરવામાં મહેનત નથી કરવી પડતી અને પાણીનો બચાવ થાય છે. જ્યારે કેમકલ યુક્ત અને પાકા રંગો દૂર કરવામાં પાણી પણ બહુ વપરાઇ છે. પ્રાકૃતિક કલર ઓછા મળે છે પણ હું તો તેજ ઉપયોગ કરું છું. કારણે કે તેણી કોઈ આડઅસર થતી નથી. > કેયુલ પટેલ, વિદ્યાર્થી

અન્ય સમાચારો પણ છે...