ત્રયોદશી મહોત્સવ:વલ્લભ વિદ્યાનગરમાં રાધા ગિરિધારીજી ઇસ્કોન મંદિરમાં નિત્યાનંદ ત્રયોદશી મહોત્સવ ઉજવાયો

આણંદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગુરૂ પૂજા, દર્શન આરતી, મહા આરતી અને પ્રસાદ કાર્યક્રમો યોજાયા

વિદ્યાનગરના રાધા ગિરિધારીજી મંદિર, ઇસ્કોન મંદિર, આજે નિત્યાનંદ ત્રયોદશીની ઉજવણી કરવામાં આવી હતું. આ પ્રસંગે સવારે ગુરૂ પૂજા, દર્શન આરતી, વિશેષ પ્રવચન.ગૌર-નિતાઈ અભિષેક, ભોગ, મહા આરતી અને પ્રસાદ કાર્યક્રમો યોજાયા હતા. ઇસ્કોન સંપ્રદાયમાં બલરામજીનો નિત્યાંનદ પ્રભુ તરીકે અવતાર થયો હોવાની માન્યતા છે.મહાસુદ ત્રયોદશીને ઇસ્કોન સંપ્રદાયમાં નિત્યાંનદ ત્રયોદશી તરીકે ઓળખવામાં આવે છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાધા ગિરિધારીજી મંદિર, ઇસ્કોન મંદિર દ્વારા સોમવારે મહાસુદ ત્રયોદશી ઉજવણીનું આયોજન કરાયું હતું. ભગવાન શ્રીકૃષ્ણના દરેક અવતારમાં બંધુ બલરામજીએ જન્મ લઈ સાથ નીભાવ્યો છે. આથી ઇસ્કોન સંપ્રદાયમાં ચૈતન્ય મહાપ્રભુ ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર અને ગૌર નિતાઈ નિત્યાનંદ પ્રભુ બલરામજીનો અવતાર મનાય છે. આથી મહાસુદ ત્રયોદશીને નિત્યાનંદ ત્રયોદશી તરીકે પણ ઓળખવામાં આવે છે.બલરામજી શેષનાગનો અવતાર છે અને વિષ્ણુ ભગવાનની સેવા કરે છે.

આ અંગે રાધા ગિરિધારીજી મંદિર, ઇસ્કોન મંદિરના યુગઅવતાર ગોરદાસે જણાવ્યું હતું કે, ઇસ્કોનની માન્યતા અને પરંપરા મુજબ નિત્યાનંદ ત્રિયોદશી ભગવાન નિત્યાનંદના અવતરણના શુભપ્રંસગ નિમિતે ઉજવવામાં આવે છે.

જગતમાં હરિનામ સંકિર્તનનો પ્રસાર કરવા માટે સર્વશક્તિમાન ભગવાન કૃષ્ણ પશ્ચિમ બંગાળના નવદ્વિપ ગામમાં ભગવાન ચૈતન્ય મહાપ્રભુ સ્વરૂપે પ્રગ્ટયા હતા. ચૈતન્ય મહાપ્રભુના આ મહાન કાર્યમાં સહભાગી થવા ભગવાન બલરામે નિત્યાનંદ સ્વરૂપે અવતરણ લીધો હતો. તેમણે ભગવાનના પવિત્ર નામનો પ્રસરાવ સમગ્ર બંગાળમાં કરવા માટે ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુની સહાય કરી હતી.

અન્ય સમાચારો પણ છે...