આણંદની પેટલાદ વિધાનસભા બેઠક ઉપરથી કોંગ્રેસે નિરંજનભાઈ પટેલની દાવેદારી રદ કરી યુવા કાર્યકર ડો.પ્રકાશ પરમારને ઉમેદવાર બનાવતા નારાજ નિરંજનભાઈ પટેલે પક્ષમાંથી રાજીનામુ ધરી દીધું છે.કોંગ્રેસે આખરી દિવસ સુધી રાહ જોવડાવી બહુજ બુધ્ધિપૂર્વક નિરંજનભાઈ પટેલની દાવેદારી રદ કરી છે.વર્ષ 1990 થી 2017 સુધી સાત વિધાનસભા ચૂંટણીમાં દરમ્યાન 2002 ને બાદ કરતાં નિરંજનભાઈ પટેલ પેટલાદ વિધાનસભા ક્ષેત્રનું નેતૃત્વ કરતા આવ્યા હતા.હાલ તેઓ 74 વર્ષે પણ પેટલાદ વિધાનસભાક્ષેત્રમાં કોંગ્રેસના ઉમેદવાર બનાવા એડીચોટીનું જોર લગાવ્યું હતું.
મહત્વનું છે કે 2022 ની વિધાનસભા ચૂંટણી જાહેર થયા બાદ અને તે પહેલાં તેઓ ભાજપમાં જોડાવાના છે ની અટકળો વહેતી થઈ હતી.જોકે આખર દિવસ સુધી તેઓએ નિરંજનભાઈ પટેલે ભાજપના નામે કોંગ્રેસ નેતાગીરીને રાજકીય દબાણ હેઠળ રાખી હોવાનું રાજકીય ગણિત રાજકીય વિશ્લેષકો અને પક્ષના આગેવાનો માની રહ્યા છે.જોકે બીજી તરફ કોંગ્રેસે પણ તેમને રાજકીય દાવ બતાવી બનાવટી આશ્વાસન આપી આખર દિવસે ક્ષત્રિય યુવા ઉમેદવારને જાહેર કરી કર્યું હોવાનું જાણવા મળ્યું છે.
1990થી પેટલાદ વિધાનસભા ક્ષેત્રમાં એકચક્રી શાસન ભોગવતા અને કોંગ્રેસના પાટીદાર નેતા નિરંજનભાઈ પટેલ પ્રદેશ કોંગ્રેસે રાજકીય ધોબીપછાડ આપી છે.પાટીદાર નેતાને બાદ કરી પ્રદેશ કોંગ્રેસે નવા અને ક્ષત્રિય યુવા ઉમેદવાર ડો.પ્રકાશ પરમારને જાહેર કરતા નિરંજનભાઈ પટેલના પક્ષીય હરીફ ગણાતા કોંગ્રેસના પ્રદેશ મહાસચિવ વિજ્ઞાત્રીબેન પટેલને ત્યાં મીઠાઈની વહેંચણી થઈ હતી.જ્યારે નિરંજનભાઈ પટેલને ત્યાં સન્નાટો વ્યાપ્યો હતો.
મહત્વનું છે કે કોંગ્રેસ નેતાગીરીથી નારાજ નિરંજનભાઈ પટેલે પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરને રાજીનામુ ધરી દીધું છે.નિરંજનભાઈ પટેલના આ નિર્ણયે કોંગ્રેસ પ્રદેશ નેતાગીરી અને સ્થાનિક પેટલાદ વિધાનસભા ક્ષેત્રે કેટલું નુકશાન કરી શકે તે જોવું રહયુ. જોકે પ્રદેશ કોંગ્રેસ મહાસચિવ વિજ્ઞાત્રી પટેલે આ અંગે ત્વરિત આયોજન કરી સ્થાનિક અગ્રણી આગેવાન કાર્યકરોની બેઠક બોલાવી ચૂંટણી અંગે ચિંતન અને આયોજન હાથ ધર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.