• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Niramay Gujarat Begins In Anand, More Than 19 Thousand People Fell Victim To Diabetes, 319 Cases Of Hypertension Came Up

વિનામુલ્યે સારવાર:આણંદમાં નિરામય ગુજરાતનો પ્રારંભ, 19 હજારથી વધુ લોકો ડાયાબીટીસનો શિકાર બન્યાં, હાઇપર ટેન્શનના 319 કેસ સામે આવ્યાં

આણંદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માનવીની અતિ વ્યસ્ત જીવનશૈલીના કારણે વિવિધ પ્રકારના ગંભીર રોગોનું પ્રમાણ વધી રહ્યું છે

રાજ્ય સરકાર દ્વારા નિરામય ગુજરાત અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અતિ વ્યસ્ત જીવનશૈલીના કારણે ડાયાબીટીસ, બ્લડ પ્રેશર જેવી ગંભીર પરંતુ બિનચેપી અને છુપી બિમારીઓનું પ્રમાણ વધ્યું છે. આવા રોગનું તાત્કાલીક નિદાન થઈ શકે અને વિનામુલ્યે સારવાર મળે તે માટે દહેવાણ ખાતેથી આણંદ જિલ્લામાં નિરામય ગુજરાતનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જોકે, જિલ્લામાં 19 હજારથી વધુ વ્યક્તિ ડાયાબીટીસનો શિકાર બન્યાં છે, તેવી જ રીતે હાઇપર ટેન્શન અને અન્ય બિમારીનું પણ પ્રમાણ વધી રહ્યું છે.

વર્તમાનના આધુનિક અને ટેકનોલોજીના સમયમાં માનવીની જીદગીં અતિ વ્યસ્ત બની ગઇ છે. જેના કારણે ડાયાબીટીસ, બ્લડપ્રેશર જેવી ગંભીર પરંતુ બિનચેપી અને છુપી બિમારીઓનું પ્રમાણ વધ્યું છે. ‘પહેલું સુખ તે જાતે નર્યા’ એટલે કે આપણે સ્વયં આપણા વ્યક્તિગત જીવનમાં આરોગ્યને સૌ પ્રથમ પ્રાધાન્ય આપતાં શીખવું પડશે. જે અંતર્ગત સરકાર દ્વારા નિરાયમ ગુજરાતમાં વિનામૂલ્યે સ્ક્રીનીંગથી સારવાર સુધીની સેવાઓ દરેક વર્ગના લોકોને આપવામાં આવી રહી છે.

દહેવાણ ખાતેની પ્રાથમિક શાળાએ દહેવાણ સહિત આજુબાજુના ગામના નાગરિકો લાભ લેવા આવ્યા હતા. જ્યાં વિવિધ રોગોના તબીબી નિષ્ણાતો દ્વારા નાગરિકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. આ આરોગ્ય‍ શિબિરમાં પોતાના આરોગ્યની ચકાસણી કરાવવા આવેલા નાગરિકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને નાગરિકો પોતાના આરોગ્ય અને તંદુરસ્તી પ્રતિ જાગૃત થઇ રહ્યા છે. જોકે, આરોગ્ય વિભાગના જણાવ્યાનુસાર, જિલ્લામાં હાલ 19,014 વ્યક્તિ ડાયાબીટીસની ઝપેટમાં આવ્યાં છે. જ્યારે 319 ડાઇપર ટેન્શનનો ભોગ બન્યાં છે.

કેન્સરનો ભોગ બનેલા વૃદ્ધને ચાલવામાં તકલીફ પડતાં ઘોડી આપી

દહેવાણ ખાતે આરોગ્યએ કેમ્પોનો લાભ લઇ રહેલ દહેવાણના 70 વર્ષિય લક્ષ્મણભાઇ ઠાકોરભાઇ પરમારએ જણાવ્યું હતું કે, મારી પાસે મા વાત્સલ્ય કાર્ડ છે અને મને પગમાં કેન્સર થયેલું છે તેની સારવાર વિનામૂલ્યે થઇ છે. આ ઉપરાંત મારો પગ કાપવો પડ્યો હોવાથી ચાલવામાં કોઇ તકલીફ ન પડે તે માટે બે ઘોડી પણ આપવામાં આવી છે. ઘરઆંગણે જ્યારે સરકાર દ્વારા દર શુક્રવારે ચેકિંગ કરવામાં આવશે જેનાથી જે દવા જોઈશે તે ગામમાં જ મળી રહેશે. આથી અમારે શહેરના ધક્કા ખાવા નહી પડે અને મારા જેવા અનેકો લોકોને નાની-નાની બિમારી હશે તો પકડાઈ જશે અને ઘરઆંગણે જ દવા મળી રહેશે.

વાલવોડના આધેડને ઢીંચણના દુઃખાવામાં રાહત મળી

વાલવોડ ગામના આનંદપુરાના રહેવાસી 58 વર્ષના વિઠ્ઠલભાઈ મંગળભાઈ ઠાકોર જેમને ઢીંચણનો દુ:ખાવો રહેતો હતો તે બતાવવા આવ્યા હતા. તેમણે પણ સ્થળ ઉપર ઢીંચણની ચકાસણી કરીને મફત દવા આપવામાં આવી હતી. જે બદલ તેમને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત વાલવોડના જ 62 વર્ષીય ભુપતભાઈ માધાભાઈ પરમારએ જણાવ્યું કે, મને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. જેનું નિદાન અને ઘરઆંગણે જ દવા મળી રહેતા તકલીફ દુર થઈ હતી અને તે પણ વિનામૂલ્યે જેનો મને ખૂબ જ આનંદ છે.

વૃદ્ધાની અનેક નાની મોટી શારિરીક તકલીફની સારવાર બાદ રાહત મળી

વાલવોડ ગામના ૭૫ વર્ષીય મોંઘીબેન જેઠાભાઇ પરમારએ જણાવ્યું હતું કે, મને માથું દુ:ખવું, એસીડીટી અને શરીરમાં નાની મોટી ઘણી તકલીફ છે, જે બતાવવા હું અમારા ગામથી નજીકમાં જ સરકારી કાર્યક્રમ રાખ્યો હોવાથી આવી શકી છું તેનો મને આનંદ છે. અને આજે મને અહીં તદન મફત દવા મળશે જેથી અમારા જેવા ગરીબ પરિવારને સરકારનો સહારો મળ્યો છે.

અન્ય સમાચારો પણ છે...