તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

શૈક્ષણિક:NIOSના વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષમાં પ્રવેશ નહીં

આણંદ5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • SP યુનિ.માં સિન્ડીકેટ બેઠક મળી 19કામ મંજૂર કરાયા

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં શનિવારે સવારે 15 સભ્યોની હાજરીમાં સિન્ડીકેટ બેઠક મળી હતી. જેમાં 19 કામોને બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી. જોકે, એજન્ડામાં જે કામ નહોતું તે સંદર્ભે વાદ-વિવાદ સર્જાયો હતો. જેમાં એનઆઈઓએસમાંથી ડિગ્રી મેળવેલા વિદ્યાર્થીઓ પરનો પ્રતિબંધ ચાલુ વર્ષે પણ યથાવત રાખ્યો છે અને એનઆઈઓએસની ડિગ્રી મેળવેલા વિદ્યાર્થીઓને સરદાર પટેલ યુનિવર્સિટીમાં પ્રવેશ અપાશે નહીં તેવા નિર્ણય એનઆઈઓએસની બોગસ ડિગ્રી મુદ્દે ગત વર્ષે યુનિવર્સિટીમાં ભારે વિવાદ સર્જાયો હતો. જોકે, આ મામલે સિન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહિતે વિરોધ જતાવતા જણાવ્યું હતું કે, એ્નઆઈઓએસ એ કેન્દ્ર સરકારની સંસ્થા છે.

જો તેમાં કંઈ ખોટું થયું હોય તો યુનિવર્સિટી દ્વારા ફરિયાદ કેમ કરવામાં આવતી નથી. દરમિયાન, બીજી તરફ આ મામલે યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શીરીષ કુલકર્ણીએ જણાવ્યું હતું કે, અમે લેખિતમાં અરજી આપી છે, પોલીસ દ્વારા તપાસ કરીને તેમાં ફરિયાદ લેશે. સિન્ડીકેટ બેઠકમાં આઠ જેટલી કોલેજની શિક્ષકની માન્યતા, સરદાર પટેલ એન્ટરપ્રિન્યોરશીપ એન્હાસમેન્ટ ડેસ્કની સ્થાપના કરવા માટે યુનિવર્સિટી દ્વારા રૂપિયા બે કરોડનું અનુદાન, આગામી 15મી ડિસેમ્બરે આયોજિત પદવીદાન સમારંભમાં અતિથિના નામ પર વિચારણા કરવા પર ચર્ચા થઈ હતી. હાલમાં સરકાર દ્વારા ખાનગી અને જાહેર કોલેજની ફીનું માળખું માંગવામાં આવ્યું છે. જેને પગલે આગામી સમયમાં ફીમાં ફેરફાર થાય તેવી સંભાવના છે. જોકે, આ સિવાય, યુનિવર્સિટી દ્વારા ડિપાર્ટમેન્ટની ફીમાં પણ ફેરફાર કરવાની વિચારણા કરાઈ રહી છે.

મારો લેખિત વિરોધ નોંધવામાં આવતો નથી, અન્ય સિન્ડીકેટના નોંધવામાં આવે છે
સિન્ડીકેટ સભ્ય અલ્પેશ પુરોહિતે વાઈસ ચાન્સેલરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, એક વર્ષ દરમિયાન સિન્ડીકેટ બેઠકમાં હાજરી આપવા પર મારા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. મને બેઠકની મિનિટ્સ મોકલવામાં આવતી હતી. તેનો હું વિરોધ કરતો હતો. પરંતુ તેની કોઈ નોંધ લેવામાં આવતી નહોતી. જ્યારે બીજી તરફ ગત 21મી જુલાઈની સિન્ડીકેટ બેઠકમાં મેહુલ પટેલ, ડો. મહમદરફી મન્સુરી, ડો. ભાવેશ પટેલ ગેરહાજર રહ્યા હોવા છતાં તેમના લેખિત વિરોધની નોંધ લેવામાં આવે છે, આવું કેમ ? વાઈસ ચાન્સેલર દ્વારા ભેદભાવભરી નીતિ કેમ રાખવામાં આવે છે તે સમજાતું નથી. જ્યારે મારો વિરોધ હોય ત્યારે તેની કોઈ નોંધ લેવાતી નથી અને એ સમયે કાયદા બતાવવામાં આવે છે.

આગમાં તપાસ સમિતિ નીમાઈ રિપોર્ટ ક્યારે?
ગત પહેલી જૂનના રોજ બાયોસાયન્સ ડિપાર્ટમેન્ટની લેબમાં આગ લાગી હતી. આગ લાગી ત્યારે તેનું પ્રિમીયમ ભરાયું ન હોવાનું સામેે આવ્યું હતું. જોકે, સમગ્ર બનાવમાં યુનિવર્સિટી સત્તાધીશોની કથિત બેદરકારી સામે આવી હતી. હાલમાં યુનિવર્સિટી દ્વારા ઢાંકપિછોડો કરવા માટે ચાર સભ્યની કમીટી નીમી છે. પણ કમીટી ક્યારે રિપોર્ટ રજૂ કરે છે, રિપોર્ટમાં શું રજૂ કરે છે તેના પર બધાની નજર રહેશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો