તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર ડ્રાઈવર:ટ્રકચાલકનું એક ઝોકું તારાપુર અકસ્માતમાં નવનો ભોગ લઈ ગયું, ફરાર થયેલો ડ્રાઈવર ઝડપાયો

આણંદ3 મહિનો પહેલા
અકસ્માત સર્જનાર ટ્રક ડ્રાઈવર રાજેશ સીતારામ બેગલ
  • ટ્રક ચાલક સામે માનવ વધનો ગુનો નોંધવામા આવ્યો

આણંદના તારાપુર વટામણ હાઇવે ઉપર બુધવારના રોજ થયેલા ગોઝારા અકસ્માતમાં ભાવનગરના 9 વ્યક્તિના મોત નિપજ્યા હતા. કેન્દ્ર કક્ષાએ ગાજેલા આ કિસ્સામાં પોલીસે ફરાર આરોપી ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરી લીધી છે. આ અકસ્માતની ગંભીરતાને લઈ આરોપી ઉપર ગફલતભરી રીતે ગાડી ચાલવી જીવલેણ અકસ્માત સર્જવાની ફરિયાદમાં પોલીસે ધરપકડ માનવવધનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.ડ્રાઈવરની પ્રાથમિક તપાસમાં તેમને ઝોકું આવી જતા આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે.

ઈકો કાર અને ટ્રક વચ્ચે સર્જાયો હતો અકસ્માત
ઈકો કાર અને ટ્રક વચ્ચે સર્જાયો હતો અકસ્માત

અકસ્માત સર્જનાર ડ્રાઈવર પેટલાદ પાસેથી ઝડપાયો
તારાપુરના વટામણ હાઈવે ઉપર ઇન્દ્રણજ પાસે ટ્રક અને ઇકો ગાડી વચ્ચે ધડાકાભેર જીવલેણ અકસ્માત થયો હતો. જેમાં મહારાષ્ટ્રથી ભાવનગર જઈ રહેલા 9 વ્યક્તિઓના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા. આ અકસ્માતની ગંભીરતા અને સંવેદના એટલી ઉછળી કે કેન્દ્રસરકારે પણ નોંધ લેવી પડી હતી. મહત્વનું છે કે આ જીવલેણ અકસ્માત સર્જી આરોપી ટ્રક ડ્રાઈવર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. પોલીસ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને અન્ય સ્ત્રોત દ્વારા આરોપી ટ્રક ડ્રાઈવર રાજેશ સીતારામ બેગલ (રહે. કોવલીપુરા તા.મનાવર, જી. ધાર (મધ્યપ્રદેશ)ને પટેલાદ રૂરલ પોલીસ સ્ટેશનની હદમાંથી દબોચી લેવામાં આવ્યો છે.

અકસ્માત સર્જી ફરાર થયેલો ડ્રાઈવર ઝડપાયો
અકસ્માત સર્જી ફરાર થયેલો ડ્રાઈવર ઝડપાયો

ડ્રાઈવરનું એક ઝોકું 9 લોકોના મોતનું કારણ બન્યું
આરોપી ટ્રક ડ્રાઈવર રાજેશ સીતારામ બેગલની પોલીસ દ્વારા કરવામાં આવેલી સઘન પૂછપરછમાં તેણે કબૂલ્યું કે સવારના સમયે ઝોકું આવી જતા ગાડી ઉપરનો કાબુ ગુમાવી દીધો હતો. જે દરમ્યાન સામેથી આવતી ઇકો ગાડીને ધડાકાભેર અથડાતા તે ડરી ગયો હતો અને ઘટના સ્થળ છોડી ભાગી સંતાઈ ગયો હતો.

ડ્રાઈવરના એક ઝોકાએ નવ લોકોને કાયમ માટે પોઢાડી દીધા
ડ્રાઈવરના એક ઝોકાએ નવ લોકોને કાયમ માટે પોઢાડી દીધા

મોરબીથી ટાઇલ્સ ભરી મધ્યપ્રદેશ તરફ જતો હતો
અકસ્માત સર્જનાર ટ્રકના માલિક પરવેજખાન મહેબુબખાન (રહે. ઇન્દોર) છે, તેમના ટ્રક પર ડ્રાઇવર તરીકે રાજેશ સીતારામ બેગલ (રહે.કોવલીપુરા, તા. મનાવર, જિ. ધાર) નોકરી કરતો હતો. અકસ્માતના આગલા દિવસે તેણે મોરબીથી ટાઇલ્સ ભરી હતી અને તે મધ્યપ્રદેશ બાજુ જઇ રહ્યો હતો. દરમિયાન તારાપુર પાસે આ અકસ્માત સર્જાયો હતો.

અન્ય સમાચારો પણ છે...