તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મારામારી:મોબાઈલમાં ગેમ રમવા બાબતે બે પરિવાર બાખડતા નવને ઈજા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંને પક્ષે કુલ આઠ વિરૂદ્ધ ગુનો નોંધ્યો, ધરપકડ બાકી

કેશવપુરા ગામમાં રવિવારે સાંજે મોબાઈલમાં ગેમ રમવાની બાબતે યુવકો વચ્ચે થયેલી વાતચીતને લઈને બે પરિવાર સામ-સામે આવી ગયા હતા. તેમણે છૂટ્ટા હાથની મારામારી ઉપરાંત પથ્થરમારો કરતાં દહેશતભર્યું વાતાવારણ સર્જાયું હતું. સમગ્ર બનાવમાં કુલ નવ વ્યક્તિને ઈજા થઈ હતી. જોકે, સમગ્ર બનાવ સંદર્ભે આંકલાવ પોલીસે આઠ વ્યક્તિઓ વિરૂદ્ધ મારામારીની કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. જોકે, સોમવાર મોડી સાંજ સુધી બનાવમાં કોઈની ધરપકડ કરાઈ નહોતી.

કેશવપુરા ખાતે રહેતા ઉર્વેશ વિનુભાઈ રાજપુતે વિશાલ દિનેશ પઢીયાર, દિનેશ પઢીયાર, ધીરજ પઢીયાર, રાકેશ રમેશ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેઓ ડેરીએ દૂધ ભરવા ગયા હતા ત્યારે મોબાઈલમાં ગેમ રમવા બાબતે મિત્રો સાથે વાત કરતા હતા. એ સમયે વિશાલ અને દિનેશ નજીક આવી ગમે તેમ અપશબ્દ બોલ્યા હતા. જેને પગલે તેમણે ઠપકો આપતાં તેઓ ઘરે જતા રહ્યા હતા. બાદમાં ચારેય જણાં આવ્યા હતા અને તેમની સાથે ઝપાઝપી કરી હતી. બીજી તરફ, દિનેશ ચીમન પઢીયારે, ઉર્વેશ રાજપુત ઉપરાંત અન્ય ત્રણ અર્જુન ગોરધન, રીંકલ જગદીશ, ઠાકોર રમણ પરમાર વિરૂદ્ધ આ જ બાબતે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...