દરોડા:રાત્રિના સમયે વીજ ચોરી અટકાવવાના તંત્રના દરોડા, 4.41 લાખ ઉપરાંતની વીજચોરી ઝડપાઈ

આણંદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક

નવરાત્રી દરમ્યાન વીજચોરીની મળેલી ફરિયાદોના પગલે વીજ તંત્રએ ડ્રાઈવ રાખીને જીલ્લાના ગ઼ામ્ય વિસ્તારોમાં દરોડા પાડીને કાર્યવાહી હાથ ધરી હતી. રાત્રિના સમયે કુલ 330 સ્થળોએ ચેકીંગ હાથ ધરી 54 જગ્યાએ વીજ ચોરી થતી હોવાનું રંગેહાથ ઝડપી પાડીને રૂ.4 લાખ 41 હજાર ઉપરાંત રકમનો દંડ ફટકાર્યો છે.પ્રાપ્ત માહિતી મુજબ આણંદ વીજ તંત્ર દ્વારા કુલ 393 ટીમો બનાવો વીજ ચોરી અટકાવવાના ભાગરૂપે રાત્રીના સમયે બોરસદ, ખંભાત , તારાપુર તેમજ અન્ય પંથકના ગ્રામ્ય વિસ્તારના ગામડાઓમાં ચેકીંગ કાર્યવાહી હાથ ધરાઈ હતી.

જેમાં 330 સ્થળોએ વીજ મીટરો સહિત વીજપોલના વાયરોની તપાસ કરાઇ હતી. જેમાં ડાયરેક્ટર લંગર નાંખવુ, વીજ મીટરમાં ચેડા કરી બંધ કરી દેવામા આવે તેમજ અન્ય નુસખા અપનાવી વીજચોરી કરવાના 54 કિસ્સા ઝડપી લીધા હતા. વીજચોરોને રૂ 4 લાખ 41 હજાર 392 રકમનો દંડ ફટકાર્યો હતો.જેના લીધે વીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...