જાહેરાત:SP યુનિવર્સિટીની રદ્દ કરેલી પરીક્ષાનો નવો કાર્યક્રમ જાહેર, 23મી નવેમ્બરથી શરૂ થતી પરીક્ષા અગાઉ રદ્દ કરાઈ હતી

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વલ્લભવિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીની ગત 23મી નવેમ્બરના રોજ કોરોના સંક્રમણને લઈને રદૃ કરાયેલી પરીક્ષાનો નવો કાર્યક્રમ તબક્કાવાર યુનિવર્સિટી દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. જેમાં પદવીદાન સમારોહ પૂરો થયાના બીજા દિવસથી જ પરીક્ષા લેવા યુનિવર્સિટીએ કમર કસી છે. જોકે, કોરોના સંક્રમણને ધ્યાને લઈને તમામ પરીક્ષાઓ એકસાથે યોજવાને બદલે યુનિવર્સિટી દ્વારા તબક્કાવાર પરીક્ષાઓ લેવામાં આવશે.

ગત 23મી નવેમ્બરના રોજ સિન્ડીકેટ સભ્ય દ્વારા કોરોના સંક્રમણને ધ્યાને લઈને પરીક્ષાઓ રદૃ કરાઈ હતી. જોકે, પરીક્ષાઓનો નવો કાર્યક્રમ યુનિવર્સિટી દ્વારા તેની વેબસાઈટ પર જાહેર કરી દેવાયો છે. જેમાં એમ.એ.ના ત્રીજા સેમિસ્ટરની પરીક્ષા 21મી ડિસેમ્બરથી શરૂ થશે. પરીક્ષા 28મી ડિસેમ્બરના રોજ પૂર્ણ થશે. એ જ રીતે પદવીદાન સમારોહના બીજા દિવસથી એટલે કે 16મી ડિસેમ્બરથી એમસીએના ત્રીજા સેમીસ્ટરની પરીક્ષા યોજાશે. જ્યારે એમબીએના ત્રીજા સેમીસ્ટરની પરીક્ષા 21મી ડિસેમ્બરથી, એમસીએના બીજા સેમીસ્ટરની પરીક્ષા 18મી ડિસેમ્બરથી અને એમસીએના પાંચમા સેમીસ્ટરની પરીક્ષા 21મીથી 23મી ડિસેમ્બર સુધી યોજાશે. સવાર અને બપોર એમ બે સેશનમાં પરીક્ષા યોજાશે.

અન્ય સમાચારો પણ છે...