ધરમધક્કા:આણંદ મુખ્યપોસ્ટ ઓફિસમાં ત્રણ દિવસથી નેટના ધાંધિયા

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 500 અરજી પેન્ડિંગ રહેતા ધરમધક્કા

આણંદ ટાઉનમાં પાસપોર્ટ ઓફિસ વિભાગમાં છેલ્લા ત્રણ દિવસથી નેટ નહીં હોવાના કારણે 500થી વધુ અરજીઓ પેન્ડિંગ અરજદારો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. પોસ્ટ ઓફિસમાં વિવિધ કામગીરી માટે પાસ બુકમાં એન્ટ્રી સહિતની કામગીરી અટકી જતાં લોકોને ધરમધક્કા ખાવા પડે છે.

આણંદ શહેરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં છેલ્લા કેટલાંક દિવસથી સર્વર સહિત ઇન્ટરનેટ સેવા વારંવાર ખોરવાઇ જાય છે.જેના કારણો પોસ્ટ કામગીરી જેવા નાણાં ભરવા કે અન્ય કામગીરી માટે આવતાં લોકોને કલાકો સુધી નેટ ચાલુ થાય તેની રાહ જોવી પડે છે.તેમ છતાં નેટ સેવાઓ ચાલુ ન થતાં લોકોને ઘરે પરત ફરવાનો વખત આવે છે.

આ અંગે મુખ્ય પોસ્ટ ઓફિસના સૂત્રોએ જણાવ્યું હતું કે નેટ સેવા પગલે મુશ્કેલીઓ પડે છે.જે અંગે બીએસએનએલ સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવામાં આવી છે. આમ ચાર દિવસથી જરૂરી સ્ટેમ્પ ન મળતાં કેટલાં કામો અટકી જતાં નગરજનોએ નારાજગી વ્યક્ત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...