આયોજન:કરમસદમાં રામપીરના મંદિરમાં નેજા કાર્યક્રમ

આણંદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

આણંદના મંગળપુરા વિસ્તારમાં આવેલા રામદેવપીરના મંદિર,કરમસદ ગામે આવેલા રામદેવ પીરના મંદિર ભાદરમી નોમે નેજા ચઢાવવામાં આવ્યા હતા.જિલ્લાના પેટલાદ, સોજીત્રા, ખંભાત તાલુકા સહિત ગામો રામદેવપીરના મંદિર વિવિધ કાર્યક્રમો સોશિયલ ડિસ્ટનસિંગ સાથે યોજવામાં આવ્યા હતા. કરમસદ રામદેવપીરના મંદિર ભાદરવી નોમ નિમિતે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. નેજાની પૂજા અર્ચના કરીને મંદિરના શીખર પર ચઢાવવામાં આવ્યા હતા.

તેમજ આરતી ઉતારવામાં આવી હતી.તેવી રીતે આણંદ મંગળપુરામાં, કાસોર ગામે રામદેવપીરના મંદિર વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.ભાદરવી નોમ રામદેવપીરના મંદિરો ગામે ગામ નેજા ચઢાવવામાં આવે છે. જો કે આ વખતે કોરોના માહામારીને ધ્યાને લઇને શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આ દિવસે રામદેવ પીરના મંદિરો 100 વધુ નેજા શ્રધ્ધાળુઓ ચઢાવીને પૂજા અર્ચના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...