તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભાજપની યાદીના ગપગોળા:કાર્યકરોને રાતના ઉજાગરા; યાદીનો મુદ્દો ચર્ચાના ચકડોળે ચડ્યો પણ જાહેર ન થતાં ભાજપ કાર્યાલયને તાળા ?

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કેટલાક ઈચ્છુક ઉમેદવારો યાદી આવશે તેમ માનીને દિવસભર ઈષ્ટ દેવને પ્રાર્થના કરી મનાવતા રહ્યા
  • ઓનલાઇન યાદી મેળવવા માટે જિલ્લાના કાર્યકરોએ સતત મોબાઈલ અને લેપટોપ ફંફોસ્યા
  • દિવસ દરમિયાન યાદીનો સમય બદલાતો ગયો પણ મોડી રાત સુધી કોઈ જાહેરાત ન થતાં નિરાશા
  • ભાજપની પાલિકા-જિલ્લા અને તાલુકા પંચાયતની યાદી બુધવારે જાહેર થશેની અફવા

આણંદ જિલ્લામાં 6 નગરપાલિકાની 212 બેઠકો, જિલ્લા પંચાયતની 42 બેઠકો અને 8 તાલુકા પંચાયતની 196 બેઠકો માટે ભાજપની યાદી આજે સવારે જાહેર થશે તેવી ચર્ચાઓ જોર પકડયું હતું. પાલાર્મેન્ટરી બોર્ડમાં યાદીને આખરી ઓપ અપાઇ ગયો છે. માત્ર પ્રસિધ્ધ કરવાની બાકી છે.જેથી બપોર બાદ યાદી જાહેર કરાયા તેવી સંભાવનાને લઇને આણંદ શહેરના ભાજપના કાર્યકરો અને ઇચ્છુંક ઉમેદવારોના ટેકેદાર સહિત સૌ કોઇ ઉમટી પડયા હતા.

દિવસ દરમિયાન ચાર વાગ્યે,પાંચ વાગ્યે, 8 વાગ્યે યાદી જાહેર કરશે તેવી અફવાઓના પડીકા આવતાં હતા. તો વળી કોઇ કહે ઓનલાઇન યાદી જાહેર થઇ ગઇ છે.તેવી વાતો આવતાં લોકો મોબાઇલ ઓનલાઇન યાદી ફંફોસા માટે મડી પડયા હતા. પરંતુ મોડીસાંજ સુધી યાદી જાહેર ન થતાં આખરે લોકો ઘરની વાટ પકડી હતી.

આણંદ નગરપાલિકા સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના જૂના જોગીઓ તેમજ પ્રથમ વખત ઉમેદવારી કરવા ઇચ્છુકો વહેલી સવારથી યાદીની ચાત્તક નજરે રાહ જોતા જોવા મળ્યા હતા. સૌ કોઇ પોતાનું નામ કે પોતાના વિસ્તારના આગેવાનું નામ જાહેર થાય છે કે નહીં તે જણવા ઉત્સુક જોવા મળ્યા હતા. તો વળી ઉમેદવારી કરવા માટે થનગની રહેલા કાર્યકરો તો યાદીમાં નામ આવે તે માટે ઇષ્ટદેવને પ્રાર્થના કરતાં જોવા મળ્યા હતા.

જયારે ભાજપની આ યાદી પર કોંગ્રેસની નજર હોય જેથી કોંગ્રેસીઓ પણ તેની રાહ જોઇને બેઠા હતા .જયારે કોણ પહેલી યાદી જાહેર કરે તેના પર સૌની નજર હતી પરંતુ એક પણ પક્ષે આ લખાઇ રહ્યું છે.ત્યાં સુધી યાદી જાહેર કરી ન હોવાથી શહેરમાં અવનવા ગપગોળા અને અફવાઓ જોર પકડયું હતું.કેટલાંક કાર્યકરોમાં તો એવું પણ ચર્ચાતું હતું કે કેટલાંક લોકોને ટેલીફોની જણ કરીને તેમનું નામ યાદીમાં છે.તેમ જણાવવામાં આવ્યું છે.જેને લઇને પણ અનેક તર્કવિર્તકો થઇ રહ્યાં હતા.

ભાજપ દ્વારા બુધવારે ઉમેદવાર લિસ્ટ જાહેર થવાની પ્રદેશ પ્રમુખની જાહેરાત ને લઈ ભાજપ જિલ્લા કાર્યાલય ઉપર દિવસભર કાર્યકરો અને અગેવાનોનો ડોળો અને પગ મંડાયેલ રહ્યા હતા.જોકે સાંજે 7:00 સુધી કોઈ જ સત્તાવાર જાહેરાત ન થતા કાર્યકરો અને દાવેદારોમાં ઉમેદવાર યાદી ને લઈ ઉત્સુકતા અને ઉત્તેજનામાં વધારો જોવા મળ્યો હતો.જિલ્લા હોદ્દેદરો ફોન બંધ કરે તો પણ તકલીફ અને ચાલુ રાખે તો દર સેંકન્ડે કોઈ ને કોઈ ને કાર્યકરને હજુ યાદી આવી નથી ની એક લીટી ના જવાબો સતત વળવા પડે છે.

બુધવારે સાંજે 6.30 વાગ્યા સુધી ભાજપ ચૂંટણી ઉમેદવાર ની સત્તાવાર યાદી જાહેર કરી શક્યુ નથી.ભાજપમાં ચાલતો આંતરિક જુઠવાદ સપાટી તોડી યાદવાસ્થળી નિર્માણ ન કરે તે માટે ભાજપ જિલ્લા અને પ્રદેશ હોદ્દેદરો ધીરજ અને કુનેહ થી કામ લઈ રહ્યા છે.બીજી તરફ કોંગ્રેસ પણ હજુ ભાજપના ઉમેદવાર ની પ્રતીક્ષા કરતી હોવાનું માલુમ પડી રહ્યું છે.કોંગ્રેસ દ્વારા કોઈ જ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા નથી.વળી ભાજપ અને કોંગ્રેસ બન્ને ને તાલુકા અને જિલ્લા પંચાયત માં ઉમેદવારો ના ચયન માટે ખૂબ મહેનત કરવી પડી છે.કેટલીક બેઠકો ઉપર બન્ને પાર્ટીઓને ભાઈબાપા કરી ઉમેદવારો ઉભા કરવા પડી રહ્યા છે.

આ બાબતે ભાજપ જિલ્લા પ્રમુખ વિપુલભાઈ પટેલ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે પ્રદેશ કક્ષાએથી અમોને જાણ કરતા જે યાદી આવશે તે તુરંત જાહેર કરીશું. હજુ સત્તાવાર યાદી અમોને મળી નથી.અમે રાહ જોઈ રહ્યા છે.

આ બાબતે કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર સાથે સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે કોંગ્રેસ જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણી પક્ષના નિશાન સાથે લડવાની છે.પ્રદેશ તરફથી ઉમેદવારની સત્તાવાર યાદી આવે થઈ અમે તે જાહેર કરીશું.અમે પ્રદેશના આદેશની રાહ જોઈ રહ્યા છીએ.

જિલ્લા ભાજપ અને શહેર પ્રમુખના ફોન આખો દિવસ રણકતા જોવા મળ્યા
ભાજપની સાંજ ચાર કલાકે પાલાર્મેન્ટરી બેઠક મળવા હતી.તેમાં યાદી જાહેર થવાની અફવા જોર પકડતાં જ લોકોએ કોના નામ યાદીમાં છે.તે જણવા માટે શહેર પ્રમુખ અને જિલ્લા ભાજપ પ્રમુખને સતત મોબાઇલ ફોન પર ફોન કરતાં હોવાથી બંનેના ફોન મોડીરાત સુધી સતત રણકતા રહ્યાં હતા

સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતની યાદી જાહેર કરાઇ હોવાથી મધ્યગુજરાતનો વારો રાત્રે આવશે
ભાજપ મોવડી મંડળ દ્વારા સૌ પ્રથમ દક્ષિણ ગુજરાતની નગરપાલિકાની યાદી,જિલ્લા અને તાલુકા પંચાયતની યાદી જાહેર કરાઇ હતી. તે પણ મોડી સાંજે જાહેર કરાઇ હતી. દક્ષિણ ગુજરાત પત્યાબાદ મધ્ય ગુજરાતની યાદીનું કામ હાથધરવામાં આવ્યું છે.જેથી મોડીરાત્રે જાહેર થાય તેવી સંભાવના છે.

​​​​​​​કોંગ્રેસની યાદી ગુરૂવાર જાહેર કરાશે
ભાજપની યાદીની સાથે સાથે કોંગ્રેસની યાદી પણ જાહેર થાય તેવી સંભાવના હતી. પ્રદેશ કક્ષાએ બેઠક મળી હતી.પરંતુ તેઓએ દ્વારા ગુરૂવારના રોજ યાદી જાહેર કરવાની જાહેરાત કરવામાં આવી છે.તેમ આણંદ શહેર કોંગ્રેસ પ્રમુખ અલ્પેશ પઢિયારે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો