• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Necessary Materials Were Delivered To All The Booths By The Administration Regarding The Gram Panchayat Elections In Anand

ગ્રામપંચાયતની ચૂંટણી:આણંદમાં ગ્રામપંચાયતની ચૂંટણીને લઇ વહીવટી તંત્ર દ્વારા તમામ બુથ પર જરૂરી સામગ્રી પહોંચાડાઇ

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એમ.વાય.દક્ષિણી,કલેકટર,આણંદ - Divya Bhaskar
એમ.વાય.દક્ષિણી,કલેકટર,આણંદ
  • સંવેદનશીલ બુથ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે, જવાબદારી પૂર્વક મતદાન કરવા કલેકટર એમ.વાય.દક્ષિણીની અપીલ

આણંદ જિલ્લામાં રવિવારના રોજ 178 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે. જેને લઇ વહીવટી તંત્ર આગલા દિવસો કામે લાગી ગયું હતું. બુથ પર સામગ્રી પહોંચાડવા ઉપરાંત સુરક્ષા સ્ટાફે પણ બુથ પર ચાર્જ સંભાળી લીધો હતો. જોકે, સરપંચપદ માટે 716 અને સભ્યપદ માટે 2580 ઉમેદવાર વચ્ચે રસાકસી થશે અને તેમનું ભાવી મતપેટીમાં સિલ થશે. આ ચૂંટણીની મતગણતરી 21મીને મંગળવારે થશે. જોકે, ઉમેદવારોએ પણ ચૂંટણી જીતવા એડીચોટીનું જોર લગાવ્યું હતું અને રાતભર ખાટલા પરિષદ યોજી હતી.

આણંદ જિલ્લામાં ચૂંટણીના આખરી કલાકોનું કામકાજ થઈ રહ્યું છે. ચૂંટણીને લગતી તમામ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા પુરી કરવામાં આવી ચૂકી છે. જિલ્લાની ગ્રામપંચાયત ચૂંટણીમાં સરપંચપદના 716 અને સભ્યપદના 2580 ઉમેદવારો વચ્ચે ખરાખરી જંગ જામી રહ્યો છે. આગલી રાતે ગ્રામ પંચાયત ચૂંટણીવાળા ગામોમાં ખાનગી પ્રચાર છુપાછુપી રીતે ચાલી રહ્યો છે.

સરપંચ અને સભ્યપદમાં વિજેતા થવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. 19મી ડિસેમ્બરને રવિવારના રોજ સવારે 7થી સાંજે 6 વાગ્યા સુધી બેલેટ પેપરથી મતદાન યોજાનાર છે. જિલ્લાના 8 તાલુકા આણંદ, પેટલાદ, બોરસદ, ખંભાત, સોજીત્રા, તારાપુર, આંકલાવ, ઉમરેઠ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના 852 મતદાન કેન્દ્રો ઉપર મતદાન યોજાશે. આણંદ જિલ્લાની 192 ગ્રામ પંચાયત અને 21 ગ્રામપંચાયત માં પેટ ચૂંટણી છે. જોકે 9 પંચાયત સમરસ અને 3 પંચાયતમાં સરપંચ ઉમેદવાર બિનહરીફ થયા છે. જિલ્લાના 9 તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમા યોજાઇ રહેલી ચૂંટણીમાં 7,48,866 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 3 લાખ 87 હજાર 907 પુરૂષ અને 3 લાખ 60 હજાર 952 સ્ત્રી મતદારો અને 7 અન્ય જાતિના મતદાતા છે. 1061 મત પેટીમાં ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.

આ અંગે આણંદ કલેકટર એમ.વાય.દક્ષિણીએ જણાવ્યું હતું કે, તમામ તૈયારીઓ અને ચૂંટણી સુરક્ષિતતા ધ્યાને લઇ પૂર્ણ કરવામાં આવી છે. વળી આ તબક્કે તેઓ દ્વારા નાગરિકોને પોતાના મત અધિકારનો જવાબદારી પૂર્વક ઉપયોગ કરવા અને સૌથી વધુ મતદાન કરવા અપીલ પણ કરી હતી. ગ્રામ પંચાયતની ચૂંટણીની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. આ ચૂંટણી પ્રક્રિયામાં 6061 જેટલા કર્મચારીઓ ફરજબદ્ધ છે. 1925 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં છે. પોલીસ સાથે મળી 280 સંવેદનશીલ બુથમથકો અને 207 અતિ સંવેદનશીલ બુથ મથકો જાહેર કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...