તૈયારી:નેક કમિટી 3 થી 5 જાન્યુઆરી એસ પી યુનિ.ની વિઝિટ કરશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિઝિટ પૂર્વે યુનિ. કેમ્પસનું બ્યુટીફિકેશન

વલ્લભ વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટીમાં નેક કમિટી આવવાની હોય તેના ભાગ રૂપે બ્યુટિફિકેશન સહિતની તૈયારીઓ શરૂ કરાઇ છે. 5 સભ્યોની કમિટી 3થી 5 જાન્યુઆરી વિઝિટ કરશે તેની સત્તાવાર જાણ યુનિવર્સિટીને કરવામાં આવી હતી.

સરદાર પટેલ યુનિવર્સિટીમાં થોડા સમય પહેલા નેક કમિટીની વિઝિટની તૈયારીના ભાગ રૂપે ત્રિપલ એ કમિટી રચવામાં આવી હતી. જેના દ્વારા નાની મોટી ક્ષતિઓ દૂર કરવા અંગે સૂચનો કરાયા હતા. જેથી તે ક્ષતિઓ દૂર કરવા યુનિવર્સિટી દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી.

નેક કમિટીની આવવાની તારીખ જાહેર થતાં યુનિવર્સિટી સુચારું સંચાલન સાથે તૈયારીઓને આખરી ઓપ આપવા માટે કામે લાગી છે. સત્તાધીશોના જણાવ્યા મુજબ નેક કમિટી આગામી જાન્યુઆરી માસમાં તારીખ 3,4 અને 5મીના રોજ યુનિવર્સિટીમાં વિઝિટ કરશે અને આ કમિટીમાં 5 સભ્યોની હશે. તદુપરાંત તૈયારીઓની સાથે સાથે યુનિવર્સિટીનું બ્યુટીફીકેશન પણ કરાઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...