ભાસ્કર વિશેષ:NDDBએ દેશભરમાં 22 લાખથી વધુ વેક્સિન ડોઝ પહોંચાડ્યાં

આણંદ4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • લમ્પી વાઇરસ સામે આણંદ NDDB સજ્જ : ચેરમેને કહ્યું,30 લાખ વેક્સિનનું પ્રોડકશન કરાશે

NDDBની સબસિડી કંપની ઇન્ડિયન ઇમ્યુનોલોજીકલ લિમિટેડ (આઈ.આઈ.એલ) દ્વારા બનાવેલી ગોટ પોકસ વેક્સિનના લાખો ડોઝ દેશભરમાં પહોંચતા કરવામાં આવ્યાં છે.દેશમાં લમ્પી વાઇરસ જે રીતે ઝડપથી ફેલાઈ રહ્યો છે તે ચિંતાનો વિષય બન્યો છે. વિવિધ રાજ્યોના લાખો પશુઓ આ જીવલેણ રોગના ભોગ બન્યા છે. મહત્વનું છે કે હજુ સુધી આ રોગની કોઈ જ રસી શોધાઈ નથી. જોકે, NDDBની સબસિડી કંપની ઇન્ડિયન ઈમ્યુનોલોજીકલ લિમિટેડ (આઈ.આઈ.એલ)જે વેક્સિન બનાવે તે આ રોગના સારવારમાં ઉપયોગી થઈ રહી છે.

આ અંગે NDDBના ચેરમેન મિનેશ શાહે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તેમજ દૂધ સંઘો સાથે સંકલન કરી લમ્પી વાઇરસને અંકુશમાં લેવા આયોજનબદ્ધ પ્રયાસો થઈ રહ્યા છે. પશુપાલકોના હિતો અને પશુધનનું આરોગ્ય સુચારુ રૂપે જળવાઈ તે માટે NDDBની સબસિડી કંપની ઇન્ડિયન ઇમ્યુનોલોજીકલ લિમિટેડ (આઈ.આઈ.એલ) દ્વારા બનાવેલ ગોટ પોકસ વેક્સિનના લાખો ડોઝ દેશભરમાં પહોંચતા કરવામાં આવ્યા છે.જે વેક્સિન દૂધ સંઘો અને પશુપાલન વિભાગ નિષ્ણાત કર્મચારીઓ અને વેટરનરી ડોક્ટર્સ દ્વારા લાખો પશુઓને અપાઈ રહી છે.

ગુજરાત રાજ્યની વાત છે તો આ લમ્પી સ્કીન ડીસીઝનો જે પ્રશ્ન છે તે છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં વધી રહ્યો છે.જે શરુઆતમાં કચ્છ અને બનાસકાઠામાં કેસ જોવા મળ્યા હતા. જે બાબતે અમારા ઓફિસર પશુઓના વિઝીટ કરી અને નક્કી કર્યું કે લમ્પી સ્કીન માટે ગવર્મેન્ટ ઓફ ડાઈરેકટીવની જે ગોટપોક્સ વેક્સિનની ઈફેક્ટીવ છે. કારણ કે લમ્પી સ્કીનની હજી સુધી કોઈ દવા આપણે ત્યા શોધાઈ નથી આથી ગોટપોક્સ વેક્સિન ગત વર્ષે પણ અમારે આવો જે આણંદની આસપાસ જ્યારે આ બીમારી ફેલાઇ હતી.

વેક્સિન મુકેલી હોય તો લમ્પીની ગંભીર અસર થતી નથી
ગામમાં લમ્પી સ્કીનનો ઈસ્યું હોય તેના 5થી 10 કિમીના રેડીયેશન વિસ્તારમાં બધા ગામમાં વેકસિન આપવામાં આવી હતી તેનાથી ઘણું બધું કન્ટ્રોલમાં આવી જાય છે. બીજો પણ ફાયદો છે કે વેક્સિન આપ્યા પછી જો કદાચ આ રોગ કોઈ પશુને ફરીથી પાછો થાય તો તેનાથી ગંભીર બિમારી ન થાય અને મટી જાય છે.

NDDBએ ગુજરાતમાં 10 લાખ ડોઝનું વિતરણ કર્યું
NDDB દ્વારારાજ્યમાં મહત્તમ પશુઓને ઝડપથી વેક્સિન મૂકવામાં આવે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.જે પૈકી 10 લાખ ડોઝ ગુજરાતમાં, 8 લાખ ડોઝ રાજસ્થાનમાં ,2.50 લાખ ડોઝ પંજાબમાં તેમજ 1.50 લાખ ડોઝ અન્ય રાજ્યોમાં વિતરિત કર્યા છે.તેમજ હાલ 30 લાખ ડોઝનું હાલ પ્રોડક્શન હાથ ધરાયુ છે જે આગામી સપ્તાહ આવી જશે.

અન્ય સમાચારો પણ છે...