• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • NDDB Braced Against Lumpy Virus, Chairman Says NDDB Distributes 22 Lakh Doses Of Goat Pox Vaccine To Herdsmen, 30 Lakh Under Production

પશુઓને બચાવવનો પ્રયાસ:લમ્પી વાઇરસ સામે NDDB સજ્જ, ચેરમેને કહ્યું- NDDB પશુપાલકોની વ્હારે, ગોટ પોક્સ વેક્સિનના 22 લાખ ડોઝ વિતરિત કર્યા ,30 લાખ પ્રોડકશન હેઠળ

આણંદ10 દિવસ પહેલા
  • NDDBની સબસિડી કંપની ઇન્ડિયન ઇમ્યુનોલોજીકલ લિમિટેડ (આઈ.આઈ.એલ) દ્વારા બનાવેલી ગોટ પોકસ વેક્સિનના લાખો ડોઝ દેશભરમાં પહોંચતા કરવામાં આવ્યા

દેશમાં લમ્પી વાઇરસ જે રીતે ઝડપથી ફેલાઈ રહ્યો છે તે ચિંતાનો વિષય બન્યો છે. વિવિધ રાજ્યોના લાખો પશુઓ આ જીવલેણ રોગના ભોગ બન્યા છે. મહત્વનું છે કે હજુ સુધી આ રોગની કોઈ જ રસી શોધાઈ નથી. જોકે, NDDBની સબસિડી કંપની ઇન્ડિયન ઈમ્યુનોલોજીકલ લિમિટેડ (આઈ.આઈ.એલ)જે વેક્સિન બનાવે તે આ રોગના સારવારમાં ઉપયોગી થઈ રહી છે.

વેક્સિનના લાખો ડોઝ દેશભરમાં પહોંચતા કર્યા
આ અંગે NDDBના ચેરમેન મિનેશ શાહે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તેમજ દૂધ સંઘો સાથે સંકલન કરી લમ્પી વાઇરસને અંકુશમાં લેવા આયોજનબદ્ધ પ્રયાસો થઈ રહ્યા છે. પશુપાલકોના હિતો અને પશુધનનું આરોગ્ય સુચારુ રૂપે જળવાઈ તે માટે NDDBની સબસિડી કંપની ઇન્ડિયન ઇમ્યુનોલોજીકલ લિમિટેડ (આઈ.આઈ.એલ) દ્વારા બનાવેલ ગોટ પોકસ વેક્સિનના લાખો ડોઝ દેશભરમાં પહોંચતા કરવામાં આવ્યા છે.જે વેક્સિન દૂધ સંઘો અને પશુપાલન વિભાગ નિષ્ણાત કર્મચારીઓ અને વેટરનરી ડોક્ટર્સ દ્વારા લાખો પશુઓને અપાઈ રહી છે.

10 લાખ ડોઝ ગુજરાતમાં
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અત્યાર સુધી 22 લાખ કરતાં વધુ ડોઝ પશુઓ માટે પહોંચ્યા છે. રાજ્યમાં મહત્તમ પશુઓને ઝડપથી વેક્સિન મૂકવામાં આવે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.જે પૈકી 10 લાખ ડોઝ ગુજરાતમાં, 8 લાખ ડોઝ રાજસ્થાનમાં ,2.50 લાખ ડોઝ પંજાબમાં તેમજ 1.50 લાખ ડોઝ અન્ય રાજ્યોમાં વિતરિત કર્યા છે.તેમજ હાલ 30 લાખ ડોઝનું હાલ પ્રોડક્શન હાથ ધરાયુ છે જે આગામી સપ્તાહ આવી જશે. જ્યાં સુધી ગુજરાત રાજ્યની વાત છે તો આ લમ્પી સ્કીન ડીસીઝનો જે પ્રશ્ન છે તે છેલ્લા એક મહિનાથી ગુજરાતમાં વધી રહ્યો છે.જે શરુઆતમાં કચ્છ અને બનાસકાઠામાં કેસ જોવા મળ્યા હતા. જે બાબતે અમારા ઓફિસર પશુઓના વિઝીટ કરી અને નક્કી કર્યું કે લમ્પી સ્કીન માટે ગવર્મેન્ટ ઓફ ડાઈરેકટીવની જે ગોટપોક્સ વેકસિન ઈફેક્ટીવ છે. કારણ કે લમ્પી સ્કીનની હજી સુધી કોઈ દવા આપણે ત્યા શોધાઈ નથી આથી ગોટપોક્સ વેક્સિન ગત વર્ષે પણ અમારે આવો જે આણંદની આસપાસ જ્યારે આ બીમારી ફેલાય હતી.

કચ્છમાં 2 લાખ ડોઝ
આ વેક્સિન આપી હતી એટલે જે જે ગામમાં લમ્પી સ્કીનનો ઈસ્યું હોય તેના 5થી 10 કિમીના રેડીયેશન વિસ્તારમાં બધા ગામમાં વેકસિન આપવામાં આવી હતી તેનાથી ઘણું બધું કન્ટ્રોલમાં આવી જાય છે. બીજો પણ ફાયદો છે કે વેકસિન આપ્યા પછી જો કદાચ આ રોગ કોઈ પશુને ફરીથી પાછો થાય તો તેનાથી ગંભીર બિમારી ન થાય અને મટી જાય છે. કોરોનામાં પણ જોયું કે વેકસિન લીધા પછી જો કોરોના થાય તો એને ગભીર અસર થતી ન હતી. આ અમારે અનુભવ હતો ઈન્ડિય ગવર્મેન્ટનો એનીમલ હસબન્ડ્રીનો એટલે બનાસ ડેરીને ગોટપોક્સની વાત કરી કચ્છમાં પણ વાત કરી અને એનડીડીબીની જે સબસ્ટીટુયુડ કપની છે તેને તરત વાત કરી છે કે, ગુજરાતમાં ગોટપોક્સ વેકસિનના ડોઝ આપે 2 લાખ ડોઝ કચ્છમાં અને બનાસમાં 1 લાખ ડોઝ તરત પહોચાડ્યા છે.

અત્યારે પણ અમારી તૈયારી છે અને ગોટપોક્સ વેકસિનનું ઉત્પાદન શરુ કરાયું છે આવનારા અઠવાડીયાથી ફરીથી ગોટપોક્સ વેકસિન ઉત્પાદન થઈને અવેલેબલ થઈ જશે ત્યા સુધી હેસ્ટરની વેકસિન એવેલેબલ પણ છે એટલે ગવર્મેન્ટ ઓફ ગુજરાતની મીટીગમાં નક્કી કરવામાં આવ્યું હતું કે જે સારા કોપરેટીવ છે જે વેકસિન જાતે લગાવી શકે ત્યા એનડીડીબી અને આઈએલ મળીને તેમને સપોર્ટ આપે વેકસિન આપવા માટે પણ અને વેકસિનેશનના ડ્રાઈવમાં અને એવા એરીયા જ્યા કોપરેટીવ વેકસિન ન કરી શકતા હોય ત્યા ડિપાર્ટમેન્ટ ઓફ એનીમલ હસ્બન્ડ્રી ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા મદદ કરશે તેવી રીતે એરીયા વેચીને સાથે મળીને જેટલુ વધારે વેકશિનેશન થાય તે કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...