ગઠબંધન:ઉમરેઠ બેઠક પર NCP ત્રીજીવાર ઝંપલાવશે, જયંત બોસ્કી ચૂંટણી લડશે

આણંદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જયંત બોસ્કી 2012માં જીત્યા, 2017માં હાર્યા

આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠક પર કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન થતાં હવે ત્રિકોણી જંગ ખેલાશે. એનસીપી જયંત બોસ્કી(પટેલ) કોંગ્રેસ તરફથી ટીકીટ ફાળવવામાં આવી છે.ઉમરેઠ બેઠક 2012 સુધી સારસા વિધાનસભા 14 જેટલા ગામો ઉમેરવામાં આવ્યાં હતા. સારસા બેઠક રદ કરવામાં આવી હતી.ત્યારે કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થતાં જયંત બોસ્કી ચૂંટણી લડયા હતા.તેઓ જીત્યા હતા. જયારે2017માં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થયું ન હતું.જેથી તેઓ એનસીપી લડયા હતા.ત્યારે પણ તેમને 35700 મત મળ્યા હતા.

આ વખતે કોંગ્રેસ એનસીપી વચ્ચે ગઠબંધન થતાં પુન: કોંગ્રેસે એનસીપીને ઉમરેઠ બેઠક ફાળવી છે. જેથી ભાજપના ગોવિંદભાઇ પરમાર, આપમાંથી પટેલ ઉમેદવાર વચ્ચે ત્રિકોણીયો જંગ ખેલાશે. 2012 પહેલા સારસા બેઠક પરથી જયંત બોસ્કી જીત્યા હતા ત્યારે મંત્રીપદે રહી ચુકયા છે. ત્યારે ઉમરેઠ બેઠક પર 27000 થી વધુ પાટીદાર, 97 હજાર ક્ષત્રિય , 20 હજાર તળપદા સહિત 16 હજારથી વધુ મુસ્લિમ મતદારો છે. જેથી આ વખતે પાટીદાર મતોનું વિભાજન થશે. આમ, ઉમરેઠ બેઠક સારસા વિધાનસભામાં 14 ગામો ઉમેરાયા બાદ કોઇજ જ્ઞાતિનું વર્ચસ્વ રહ્યું નથી. અગાઉ આ બેઠક પર ક્ષત્રિય અને બ્રહ્મ સમાજનું વર્ચસ્વ જોવા મળતું હતું. આ બેઠક પર બે વખત પાટીદાર ઉમેદવાર ચૂંટાયા હતા.

અન્ય સમાચારો પણ છે...