સાયકલ રેલીનું સ્વાગત:આણંદ અમૂલ ખાતે એન.સી.સી.ગુજરાત દ્વારા “આત્મ નિર્ભર ભારત કા સફર સ્વાવલંબન કી ઓર” સાયકલ રેલીનું સ્વાગત કરાયું

આણંદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતેથી એન.સી.સી. ગુજરાત દ્વારા યોજાયેલી સાયકલ રેલીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યાત્રા માટે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. એન.સી.સી તરીકે "નેશનલ કેડેટ કોર"ના 75 ગૌરવપૂર્ણ વર્ષોની યાદમાં અને " આત્મ નિર્ભર ભારત કા સફર સ્વાવલંબન કી ઓર" શીર્ષકને ચરિતાર્થ કરવા આરંભાયેલ આ સાયકલ રેલીનુ આણંદ અમૂલ ડેરી ખાતે આગમન થયુ હતુ.

અમૂલની મુલાકાત દરમિયાન આ રેલીમાં સવાર યુવક-યુવતીઓનું સહર્ષ સ્વાગત કરવામાં આવ્યુ અને તમામ ને અમૂલ ડેરીની મુલાકાત કરાવતા અમૂલની કાર્યપ્રણાલી અને વિવિધ વિભાગોની જાણકારી આપવામા આવી હતી. ત્યાર બાદ સાયકલ વીરો અમૂલ ડેરી ખાતેના સરદાર પટેલ ઓડિટોરિયમ હોલ ખાતે પહોંચ્યા હતા. જયાં વલ્લભવિદ્યાનગરના ગૃપ કમાન્ડર બ્રિગેડિયર આશિષ રંજન તેમજ ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના મેનેજીંગ ડીરેકટર આર.એસ.સોઢીની ઉપસ્થિતિમાં સાયકલ વીરોને સત્કારવામાં આવ્યા હતા.

આ દરમિયાન ગૃપ કમાન્ડર બ્રિગેડિયર આશિષ રંજન એ પ્રાસંગીક પ્રવચન કરતા જાણાવ્યુ હતુ કે આત્મનિર્ભર ભારત થી સ્વાવલંબી ભારત બનવાની આ સફર ની સંકલ્પબદ્ધતા થકી “ જે સોલ્ટ થી સોફ્ટ્વેર” ના સૂત્રને આપણે સૌ ઉત્સાહભેર ચરિતાર્થ કરવા જઈ રહ્યા છીએ તે જોતા અને તેના ભાગરૂપે અત્રે અમૂલ ડેરીએ ઉપસ્થિત રહેતા ગૌરવની લાગણી અનુભવાય છે. વધુમા તેઓએ વર્ષ 1948માં એન.સી.સી અસ્તિત્વમા આવ્યા બાદથી આજે એન.સી.સી સેવા આપતી વિશ્વની સૌથી મોટી સ્વૈચ્છીક સંસ્થા છે. શરૂઆતમા જ્યારે 2000 કેડેટ્સ હતા ત્યારે હવે 13 લાખ કેડેટ્સ સુધી ની સફર કરતા આજે એન.સી.સી 75 વર્ષ ઉજવી રહ્યુ છે જે દરેક માટે ખુબ જ ગૌરવની વાત છે. એન.સી.સી છેલ્લા 75 વર્ષથી યુવાનોમાં આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ વિકાસની સાથે તેમને ઉત્તમ નાગરીક બનાવવાનુ કાર્ય કરી રહી છે.

તેમણે અમૂલ ખાતે આ સાયકલ રેલીને આવકારવા અને સહકાર આપવા માટે આભાર વ્યક્ત કરતા અમૂલના એમ.ડી. શ્રી સોઢી પણ એક સમયે એન.સી.સી કેડેટ રહી ચૂક્યા છે તે તમામ એન.સી.સી માટે ગર્વની વાત છે તેમ કહ્યુ હતુ. વળી સ્વતંત્રતાના એક જ વર્ષ પછી આણંદ મિલ્ક યુનિયન લિમિટેડના રૂપે અમૂલે આત્મનિર્ભરતાનુ શ્રેસ્ઠ ઉદાહરણ આપ્યુ છે. તેમણે મહાત્મા ગાંધીને યાદ કરતા દાંડી યાત્રાના અભૂતપુર્વ યોગદાન વિશે વાત કરી તેમણે અમૂલના સહયોગ માટે આભાર વ્યક્ત કર્યો હતો.

ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના મેનેજીંગ ડીરેકટર આર.એસ.સોઢીએ પણ પ્રાસંગિક ઉદબોધન કરતા અમૂલના નિર્માણ અને સરદાર વલ્લભભાઇ પટેલના અભૂતપૂર્વ યોગદાન અને દેશની સાથે અમૂલની વિકાસયાત્રા વિશે ચર્ચા કરી હતી. "આત્મનિર્ભર ભારત સે સ્વાવલંબન કી ઓર"ના સૂત્રને સાકાર કરવા માટે અમૂલને આ મુહિમમા સહયોગી બનવાનો અવસર આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો તેમજ 25 યુવક યુવતિઓને સાયકલ રેલી માટે શુભેચ્છા પાઠવી હતી. તેમણે એન.સી.સી.ની જેમ 'અમૂલ ' પણ 75 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. કોઈપણ રાષ્ટ્ર જનતાની મહેનત, ધૈર્ય, સુદ્રઢ આયોજન અને તે મુજબનુ અનુસરણ કરે તો ચોક્ક્સ સ્વાવલંબી બની શકે એમ કહી પોતાનાં એન.સી.સી.નાં સંસ્મરણો વાગોળ્યા હતા.

આ પ્રસંગે ગ્રુપ કમાંડર બ્રિગેડિયર આશિષ રંજને ડો.આર.એસ.સોઢીને સ્મૃતિચિન્હ અર્પણ કર્યું હતુ.આર.એસ.સોઢીએ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની આ સાયકલ રેલીને અમૂલ ડેરી, આણંદથી દાંડી પથ પર આગળની યાત્રા માટે પ્રસ્થાન કરાવ્યુ હતુ. આ પ્રસંગે એન.સી.સી વલ્લભ વિદ્યાનગર ડેપ્યુટી ગૃપ કમાન્ડર માથી કર્નલ સુદીપ સિંઘ, એન.સી.સી ઓફિસરો અને જવાનો, અમૂલ ડેરીમાથી મનોજ મુંધતર અને અન્ય સ્ટાફગણ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...