• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • Navinbhai Barot, Who Made A Name For Himself Among The People Of Nadiad With His New Dress, Died In A Road Accident, Wearing Shoes That Matched His Shirt.

'નોવેલ્ટી મેન'નું નિધન:નડિયાદના લોકોમાં પોતાના અવનવા પહેરવેશથી ઓળખ બનાવનારા નવીનભાઈ બારોટનું માર્ગ અકસ્માતમાં મોત, શર્ટ સાથે મેચિંગ થતા શુઝ પહેરતા

આણંદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
મૃતક નવીનભાઈ બારોટની ફાઈલ તસવીર - Divya Bhaskar
મૃતક નવીનભાઈ બારોટની ફાઈલ તસવીર
  • આણંદના ગામડી ઓવરબ્રિજ પાસે કાર ડિવાઈડર સાથે અથડાતા સર્જાયો અકસ્માત
  • કારમાં સવાર અન્ય એક વ્યકિત પણ ઈજાગ્રસ્ત બન્યા
  • મૃતક નવીનભાઈ રિમાન્ડ હોમના પૂર્વ સુપ્રિટેન્ડેન્ટ હતા

નડિયાદના 'નોવેલ્ટી મેન' તરીકે ઓળખાતા નવીનભાઈ બારોટનું માર્ગ અકસ્માતમાં નિધન થતા તેના ચાહકોમાં શોકનો માહોલ છવાયો છે. મૃતક નવીનભાઈ તેના અવનવા કલરફુલ પહેરવેશને લઈ અલગ લોકચાહના ધરાવતા હતા. આણંદના ગામડી પાસે કાર ડીવાઈડર સાથે અથડાતા નવીનભાઈનું નિધન થયું હતું. તો અન્ય એક કાર સવાર વ્યકિત ઈજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડવામા આવ્યા છે.

આણંદના ભાલેજ ગામ પાસે નેશનલ હાઈવે પર ગામડી ઓવરબ્રિજ પર એક કાર ડીવાઈડર સાથે અથડાતા કારમાં સવાર નવીનભાઈ બરોટને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કારમાં સવાર એક વ્યકિતને ઈજાઓ પહોંચતા તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યા હતા. ડીવાઈડર સાથે કાર અથડાયા બાદ એક રિક્ષા સાથે અથડાતા રિક્ષા પણ પલટી ગઈ હતી. જેમાં રિક્ષાચાલકને ગંભીર ઈજા પહોંચતા તેને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. આ અંગે આણંદ શહેર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જ્યારે તેઓની સાથે સવાર અન્ય એક ઇસમ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેઓને અમદાવાદ સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા છે.જોકે આ ઇજાગ્રસ્ત ની ઓળખ હજુ પોલીસ દ્વારા જાહેર કરાઈ નથી.

મૃતક પોતાના અવનવા પહેરવેશથી ઓળખ ધરાવતા
મૃતક નવીન ગોરધનભાઇ બારોટ નડિયાદના "નોવેલ્ટી મેન"તરીકે જાણીતા હતા. તેઓ રિમાન્ડ હોમ ના સુપ્રીટેન્ડન્ટ તરીકે ફરજ મુક્ત થઈ રિટાયર્ડ જીવન જીવી રહ્યા હતા.72 વર્ષીય રિટાયર્ડ નવીનભાઈ બારોટ પોતાની કલરફુલ પહેરવેશ અને આકર્ષક અંદાજથી શહેરીજનો અને અધિકારીઓમાં ખૂબ જ લોકપ્રિય હતા.જેવો કલરફુલ શર્ટ તેવાજ બુટ , તેઓને રંગો થી એટલો લગાવ હતો કે તેમના ઘરના તમામ રૂમ તેમજ બાથરૂમ સુધ્ધાં કલરફુલ રંગોથી આકર્ષક રંગાયેલ કરાયેલ હતા.જીવનને રંગો થી ભરી જીવનને રોજ ઉત્સવરૂપ જીવન જીવતા આ કલરફુલ મિજાજના મહાનુભાવના આકસ્મિક મોતથી નડિયાદ શહેર સહિત તેમના પરિચિતો અને પરિવારજનોમાં શોકમય વાતાવરણ પ્રસર્યું છે.

અકસ્માતગ્રસ્ત કારની તસવીર
અકસ્માતગ્રસ્ત કારની તસવીર

આણંદના 108ના કર્મચારીની ઇમાનદારી, ઘરેણાં અને રોકડ પરત કરી
નડિયાદના નવીનભાઈ સોનું પહેરવાના ખૂબ જ શોખીન હતાં, ગામડી પાસે અકસ્માતના પગલે ટાઉન હોલની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. આ અકસ્માતમાં નવીનભાઈને માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. તેમણે કિંમતી જ્વેલરી પહેરી હતી અને સાથે રોકડ રૂ.62 હજાર ખીસ્સામાં હતાં. તેમને સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. 108ની ટીમના ઇએમટી સુરેશ રાઠોડ અને પાયલોટ રમેશ જાદવ સહિતની ટીમે જ્વેલરી અને રોકડ સુપ્રત કરી ઇમાનદારીનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું.

108ની ટીમે ઘરેણા અને રોકડ પરત કર્યાં
108ની ટીમે ઘરેણા અને રોકડ પરત કર્યાં

દાગીના લેવા શખસે 108ને ખોટી ઓળખ આપી
અકસ્માત સર્જાયા બાદ સ્થળ પર લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. દરમિયાન, એ સમયે 108 આવી પહોંચતા જ તેમણે ઈજાગ્રસ્ત નવીનભાઈને એમ્બ્યુલન્સની સ્ટ્રેચર પર લીધા હતા. નવીનભાઈ પોતાના પોષાક અને શરીર પર પહેરતા દાગીના માટે ખાસ જાણીતા હતા. એ સમયે ટોળામાંના એકે લાખોની કિંમતના દાગીનાને જોઈને લાલચમાં આવી જઈ તેઓ ઈજાગ્રસ્ત નવીનભાઈ સાથે હોવાનું જણાવ્યું હતું. જેને પગલે 108ની ટીમે તેમને એમ્બ્યુલન્સમાં સાથે લીધા હતા. દરમિયાન, હોસ્પિટલમાં લાવ્યા બાદ ટીમ દ્વારા તેમનો નંબર અને ઓળખાણ પૂછતાં જ અચાનક તેણે હું આવું છું તેમ કહી પલાયન થઈ ગયો હતો. દરમિયાન, હોસ્પિટલમાં તબીબ નવીનભાઈને ઓળખતા હોય ટીમ દ્વારા તમામ વસ્તુઓ સહીસલામત તેમને સોંપવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...