અકસ્માત:આણંદના વાંસખિલીયા પાસે અજાણ્યા વાહન ટક્કરે નાવલીના આધેડનું મોત

આણંદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આધેડનું સારવાર દરમિયાન મોત નિપજ્યું

આણંદ-બોરસદ રોડ પર વાંસખિલીયા ટર્નિંગ પાસેથી પસાર થતાં નાવલીના આધેડને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આણંદના નાવલી ગામે રહેતા મુકુન્દભાઈ પટેલના નાના ભાઈ પ્રકાશ ઉર્ફે પરેશ ભીખાભાઈ પટેલ (ઉ.વ.50) ઘરેથી બાઇક લઇને નિકળ્યાં હતાં. 8મીના રોજ મુકુન્દભાઈએ કોઇએ જાણ કરી કે, વાંસખિલીયા ટર્નિંગ પાસે અકસ્માત થયો છે. જેમાં પ્રકાશભાઈને ગંભીર ઇજા પહોંચી છે.

આથી સ્થળ પર પહોંચેલા મુકુન્દભાઈએ પ્રકાશને ગંભીર હાલતમાં જોતા તાત્કાલિક 108ની મદદથી કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલ સારવાર માટે ખસેડ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યું નિપજ્યું હતું. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...