તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોકાણ:એસ.પી.યુનિવર્સિટીમાં નાણાકીય રોકાણ કરવા અંગે SEBIની માર્ગદર્શિકા ઉપર રાષ્ટ્રીય વેબીનાર યોજાયો

આણંદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નાણાકીય આયોજન કરી યોગ્ય રોકાણથી કઇ રીતે વધુ આવક મેળવી શકાય તેના પર ચર્ચા થઇ

સરદાર પટેલ યુનિવર્સિટીના અનુસ્નાતક કાયદાશાસ્ત્ર વિભાગ અને SEBIના સંયુક્ત ઉપક્રમે 24મી માર્ચ, 2021ના રોજ રાષ્ટ્રીય વેબીનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વેબીનારનું આયોજન અનુસ્નાતક કાયદાશાસ્ત્ર વિભાગના કાર્યકારી વડા પ્રો. ડૉ. નિરંજન પટેલના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ વેબીનારમાં 68 થી વધુ એલ.એલ.એમના બિઝનેસ લૉના વિધાર્થીઓએ સક્રિય રીતે ભાગ લીધો હતો.

SEBIની માર્ગદર્શિકા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી

આ વેબીનારના મુખ્ય વક્તા ડો. ભૌતિક પટેલ કે જેઓ હાલ સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિધાનગરમાં નાયબ હિસાબનીશ (ડેપ્યુટી એકાઉન્ટન્ટ) છે. તેમનો પરિચય આસિસ્ટન્ટ પ્રોફેસર શ્રીમતી મમતા કારકર દ્વારા કરવામાં આવ્યો. ત્યાર બાદ ડો. ભૌતિક પટેલ દ્વારા નાણાકીય રોકાણ કરવા અંગે SEBIની માર્ગદર્શિકા પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તેમાં નાણાકીય આયોજન કરી યોગ્ય રોકાણથી વધુ આવક કેવી રીતે મેળવી શકાય, નાણાકીય બચત તેમજ ફુગાવામાં કયા સાવચેતીના પગલાં લઈ શકાય તે બાબતે ચર્ચા કરી હતી. રોકાણ કરી વિવિધ જોખમોને ઓળખી રોકણ કરી કેવી રીતે વધુ વળતર મેળવી શકાય તે વિષય પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

એજ્યુકેશન લોન જેના માટે વિદ્યાલક્ષ્મી પોર્ટલ અસ્તિત્વમાં છે તેના વિશે માહિતી આપી

ઉપરાંત ડિમેટ એકાઉન્ટ ખોલવા બાબત, મ્યુચુઅલ ફંડમાં રોકાણ તથા વિવિધ રોકાણો દ્વારા આવક વેરામાં રાહત તેમજ ઇક્વિટી શેરમાં રોકાણ વિશે વિગતવાર ચર્ચા કરી હતી. નાણાકીય રોકાણની વિવિધ સ્કીમ જેમકે યુનિટ લિન્ક ઇન્શ્યોરન્સ પોલીસીમાં રોકાણ, પ્રધાનમંત્રીએ જન ધન યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના, પબ્લીક પ્રોવિડંડ ફંડ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ વિશે ખૂબ જ સરળ ભાષામાં સમજ આપી હતી તેમજ વિવિધ બોરોઈંગ સ્કીમ વિશે ચર્ચા કરી હતી તેમાં એજ્યુકેશન લોન જેના માટે વિદ્યાલક્ષ્મી પોર્ટલ અસ્તિત્વમાં છે તેના વિશે માહિતી આપી હતી. ઘર બનાવવા માટે પ્રધાનમંત્રી આવાસ યોજના વિશે ખુબ જ મહત્વની ચર્ચા ડો. ભૌતિક પટેલ દ્વારા કરવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને લાભાન્વિત કરવામાં આવ્યા હતા.

આ વેબિનારમાં આસિસ્ટન્ટ પ્રોફેસર મમતા કારકર, આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રજ્ઞા કંસારા, અને આસિસ્ટન્ટ પ્રોફેસર સ્નેહા મરાઠે તેમજ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને નાણાકીય રોકાણ વિશે SEBI ની માર્ગદર્શિકા અંગે મહત્વની માહિતી પ્રાપ્ત કરી હતી. આસિસ્ટન્ટ પ્રોફેસર સ્નેહા મરાઠે દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી. આ સમગ્ર વેબીનાર સફળતા પૂર્વક સંપન્ન થયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો