• Gujarati News
  • Local
  • Gujarat
  • Anand
  • National Lok Adalat Will Be Held In Anand On February 11 In District Courts And All Subordinate Courts, Parties And Lawyers Are Requested To Make The Most Of It.

લોક અદાલતનું આયોજન:આણંદમાં આગામી 11 ફેબ્રુઆરીએ જિલ્લા ન્યાયાલય અને તાબા હેઠળની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે, પક્ષકારો અને વકીલોને વધુમાં વધુ લાભ લેવા અનુરોધ

આણંદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

દેશ અને રાજ્યમાં અદાલતી કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.વળી અનેક કેસો એવા છે જેમાં પક્ષકારો વચ્ચે પરસ્પર સમાધાનથી ઉકેલ આવી શકતો હોય છે.આવા કેસોમાં ઘણી કોઈ એક પક્ષકારની અનઉપસ્થિતી કે અન્ય કારણોસર વારંવારની મુદત પડતી હોઈ કોર્ટનો સમય બગતળતો હોય અને ન્યાય પણ વિલંબ થતો હોય છે.આવા સરળ અને સમાધાન થઈ શકે તેવા કેસોમાં રાષ્ટ્રીય લોક અદાલત વકીલ અને અસીલ માટે આશીર્વાદ પુરવાર થઇ રહી છે.

પ્રાપ્ત માહિતી મુજબ રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજય કાનૂની સેવા સત્તા મંડળ અને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જિલ્લા ન્યાયાલય, આણંદ અને તેના તાબા હેઠળની તમામ અદાલતો બોરસદ, ખંભાત, પેટલાદ, ઉમરેઠ, સોજિત્રા, આંકલાવ અને તારાપુર ખાતે તા.11 ફેબ્રુઆરી 2023 ના રોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે. પક્ષકારો અને વકીલ મિત્રોને આ રાષ્ટ્રીય લોક અદાલતનો લાભ લેવા આણંદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવ એ.જી.શેખ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે આ રાષ્ટ્રીય લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ-1988 અંતર્ગત તકરારો સિવાયના અકસ્માતને લગતા કેસો (એમ.એ.સી.પી.કેસો), ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ કલમ-138 ના કેસો, લગ્ન સબંધી ફેમીલી કેસો, મહેસુલના કેસો, ભરણપોષણના કેસો, એલ.એ.આર.ના કેસો, હિન્દુ લગ્ન ધારો, મુસ્લિમ લગ્ન ધારો, ખ્રિસ્તી લગ્ન ધારો, મજુર અદાલતના કેસો, દિવાની દાવા જેવા કે ભાડાના, બેંકોના વગેરે, વિજળીના તથા પાણીના (ચોરી સિવાયના), પ્રિ-લિટીગેશન કેસોમાં લોક અદાલત દ્વારા વિવાદોનું ઝડપી અને સંતોષકારક રીતે સમાધાન કરવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને તાલુકા કાનૂની સેવા સમિતિ, આણંદના ફોન નં. 02692 - 238817, તાલુકા કાનુની સેવા સમિતિ, બોરસદના ફોન નં.02696-220853, ખંભાતના 02698 - 220252, ઉમરેઠના 02692-277374, સોજિત્રાના 02697-233144 , આંકલાવના 02696-280016, તારાપુરના 02698-255134 અને તાલુકા કાનૂની સેવા સમિતિ, પેટલાદના ફોન નં.02697-224222 ઉપર સંપર્ક સાધવા વધુમાં જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...