ગૌરવ:રાષ્ટ્રીય કક્ષાની એન.એસ.એસ. એડવેન્ચર કેમ્પમાં ALC અને ACLS કોલેજના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

આણંદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે, સરદાર પટેલ યુનિવર્સીટી, વલ્લભ વિદ્યાનગર હેઠળ એન.એસ.એસ.એડવેન્ચર કેમ્પનું આયોજન તા. 27 મી ઓક્ટોબર, 2022 થી તા. 5 મી નવેમ્બર 2022 ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી રામકૃષ્ણ સેવા મંડળ સંચાલિત આણંદ લો કોલેજ અને આણંદ કોલેજ ઓફ લીગલ સ્ટડીઝના કુલ 4 વિદ્યાર્થીઓ તેમજ ACLSના પ્રોગ્રામ કૉ. ઓર્ડિનેટર મિ.રોનકભાઈ પટેલે સરદાર પટેલ યુનિવર્સીટીનું પ્રતિનિધિત્વ કરી રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધો હતો. સાથે ગુજરાતમાંથી જુદીજુદી કોલેજના અન્ય વિદ્યાર્થીઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
કુદરતી આફતો સામે કેવી રીતે લડત આપવી તે વિશે તૈયાર કરવાનો હેતું
મહત્વનું છે કે, આ એન.એસ.એસ. એડવેન્ચર કેમ્પનું આયોજન મુખ્યત્વે “Govt. Of India, Ministry of Youth Affairs & Sports NSS Regional Directorate, Ahmedabad”દ્વારા નારકંડા, જિલ્લો. શિમલા, હિમાચલ પ્રદેશમાં કરવામાં આવેલ હતું. આ કેમ્પનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને Tracking, Climbing, Rock, Jumaring, Velly Crossing વગેરે જેવી સાહસિક પ્રવૃત્તિઓથી વ્યવહારુ અને સૈદ્ધાંતિક જાણકારી આપવાનો હતો. જેથી તેઓના જીવનમાં સાહસિકતા કેળવાય અને હાલમાં તેમજ ભવિષ્યમાં આવનારી કુદરતી આફતો સામે કેવી રીતે લડત આપવી તે વિશે તેમને તૈયાર કરવાનો હતો.

આ સાથે શ્રી રામકૃષ્ણ સેવા મંડળના મંત્રી જ્યોત્સનાબેન પટેલ અને પ્રમુખ હેમંતભાઈ જે.પટેલ તથા ALC કોલેજના આચાર્ય ડૉ.અમિતકુમાર પરમાર અને ACLS ના કા.આચાર્યા ડૉ રેખાકુમારી સિંઘ, ALC એન.એસ.એસ. પ્રોગ્રામ કૉ.ઓર્ડિનેટર મિ.વિક્રમ જોગરાણા તેમજ સ્ટાફમિત્રો દ્વારા મિ.રોનકભાઈ પટેલ અને વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...