પ્રેઝન્ટેશન અપાયું:ચાંગા સ્થિત ચારૂસેટ યુનિવર્સિટી દ્વારા નાસા, યુએસએની વર્ચ્યુઅલ ફીલ્ડ ટ્રીપનું આયોજન કરાયું

આણંદ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આ સેશનમાં 80 વિદ્યાર્થીઓ અને 13 ફેકલ્ટી સભ્યોએ ભાગ લીધો હતો

ચારૂસેટ યુનિવર્સિટીમાં ઇન્ડસ્ટ્રીયલ વીઝીટના ભાગરૂપે ગોડાર્ડ સ્પેસ ફ્લાઈટ સેન્ટર (GSFC), નાસા, યુએસએની વર્ચ્યુઅલ ફીલ્ડ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ચ્યુઅલ ફિલ્ડ ટ્રીપનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર સાયન્સની નાસા દ્વારા અવકાશ વિજ્ઞાનની એપ્લિકેશન વિશે જાગૃત કરવાનો તેમજ નાસાના લોકો ક્યા ક્ષેત્રો પર કામ અને સંશોધન કરી રહ્યા છે તેની માહિતી આપવાનો હતો. આ સેશનમાં 80 વિદ્યાર્થીઓ અને 13 ફેકલ્ટી સભ્યોએ ભાગ લીધો હતો.

ચાંગા સ્થિત વિશ્વવિખ્યાત ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન ચંદાબેન મોહનભાઈ પટેલ ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વીઝીટના ભાગરૂપે તાજેતરમાં ગોડાર્ડ સ્પેસ ફ્લાઈટ સેન્ટર (GSFC), નાસા, યુએસએની વર્ચ્યુઅલ ફીલ્ડ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એક્સપર્ટ કમ ટુર ગાઈડ એમાન્ડા હાર્વે અને ધ્યાન ઈમેન્યુઅલ (ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટર, નાસા, યુએસએ) દ્વારા નાસા - ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટરના વર્તમાન વિવિધ મિશન પર ધ્યાન કેન્દ્રીત કરતું પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું.

આ સેશનમાં વ્યાખ્યાન શૈલી, પ્રશ્નોત્તરી સત્ર વગેરેનો સમાવેશ થતો હતો. આ સેશનમાં 80 વિદ્યાર્થીઓ અને 13 ફેકલ્ટી સભ્યોએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ આ વર્ચ્યુઅલ ટૂરમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને તેમના પ્રશ્નો રજૂ કર્યા હતા. નાસા દ્વારા મુન મીશનનું શું નામ રાખવામાં આવશે?, સ્પેસમાં કોમ્પ્યુટર સાયન્સની એપ્લિકેશન શું છે? તે વિશે તેમજ અવકાશ સંશોધન વિશેના પ્રશ્નો વિદ્યાર્થીઓએ પૂછ્યા હતા. ઇન્સ્ટીટ્યુટ ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશનના ડીન અને પ્રિન્સિપાલ ડો.અતુલ પટેલના માર્ગદર્શન હેઠળ આ વર્ચ્યુઅલ ફિલ્ડ ટ્રીપનું આયોજન ફેકલ્ટી સભ્યો ડો.સોહિલ પંડ્યા, ડો.જૈમિન ઉંડાવિયા અને ડો.નિલય વૈદ્ય દ્વારા કરવામાં આવ્યું હતું.

ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટર, મેરીલેન્ડ સ્ટેટ, યુએસએ નાસાનું પ્રથમ ફ્લાઇટ સેન્ટર છે

નાસા-ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટર, મેરીલેન્ડ સ્ટેટ, યુએસએ નાસાનું પ્રથમ ફ્લાઇટ સેન્ટરછે અને તેની સ્થાપના 1959માં કરવામાં આવી હતી. ગોડાર્ડ સ્પેસ ફ્લાઇટ સેન્ટર (GSFC)એ યુનાઇટેડ સ્ટેટ્સમાં વૈજ્ઞાનિકો અને એન્જિનિયરોની સૌથી મોટી સંયુક્ત સંસ્થા છે જે અવકાશમાંથી અવલોકનો દ્વારા પૃથ્વી, સૂર્યમંડળ અને બ્રહ્માંડ વિશેના જ્ઞાનને વધારવા માટે કાર્યરત અને સમર્પિત છે.

અન્ય સમાચારો પણ છે...