તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સજા:બોરસદમાં પોતાની સગી પુત્રી પર બળાત્કાર કરનારા નરાધમ પિતાને કોર્ટે દસ વર્ષ કેદની સજા ફટકારી

આણંદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ત્રણ વર્ષ પહેલા પુત્રીને વાળ પકડી ઘરમાં ખેંચી જઇ દૂષ્કર્મ આચર્યું હતું

બોરસદ તાલુકાના વાસણા ગામે રહેતા ઈસમે તેની પુત્રીને હવસનો શિકાર બનાવી હતી. વાસનાના આવેગમાં દીકરીને ઘરમાં ખેંચી જઇ નરાધમ બાપે દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત આ વાત કોઇને કહીશ તો જીવતી સળગાવી દેવાની ધમકી આપી હતી. આ કેસમાં કોર્ટે દુષ્કર્મ આરોપી બાપને દસ વર્ષની કેદ સજા અને દંડ ફટકાર્યો છે.

આજના યુગમાં નારી અત્યાચારના અને શારીરિક છેડછાડ અને બળાત્કારના કિસ્સા સતત વધતા નજરે ચઢી રહ્યા છે. આવા કિસ્સામાંને લઈ સ્ત્રીએ ક્યા પોતીકા સંબંધો ઉપર વિશ્વાસ કરવો તે મુશ્કેલ ભર્યું બની રહ્યુ છે. ઘરની દીકરી ને વાસનાનો શિકાર બનાવતો હવસખોર બાપ પિતા મટી પુરુષ બની ગયો અને પિતા પુત્રીના સંબંધો ઉપર અનેક દીકરીઓ શંકની નજરે જોતી થઈ જાય તેવી કળયુગી પરિસ્થિતિ નિર્માણ કરી છે.

બોરસદ તાલુકાના વાસણા ગામે રહેતા શખ્સે પુત્રી પર જ દુષ્કર્મ આચર્યું હતું. આ શખસે 13મી જુલાઇ, 2018ના રોજ બપોરના ઘરે આવી યુવાન દિકરીને વાળ પકડીને અંદરના રૂમમાં ખેંચી જઇને રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને રૂમમાં પુરી દઇને જાતીય અત્યાચાર ઉજાર્યો હતો. આ ઉપરાંત ધમકી આપી હતી કે આ વાત કોઇને કરશે તો સળગાવી દેવાની અને જીવતી નહીં છોડવા ધમકી આપી હતી.

આ અંગે બોરસદ પોલીસે નરાધમ પિતા સામે વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. આ કેસમાં સરકારી વકિલ જે.એસ. ગઢવીએ 29 દસ્તાવેજી પુરાવા, 13 જેટલા સાહેદોના પુરાવો રજુ કરી કેસ પુરવાર કરતાં ન્યાયધિશે જાતીય અત્યાચારના કેસમાં 10 વર્ષની કેદ અને રૂ.2000નો દંડ ફટકાર્યો હતો. જો દંડ ન ભરે તો વધુ એક માસની સાદી કેદની સજા કરી હતી.

નારાધમતાને નાથવા કાયદાની આ કલમ નો ઉપયોગ થયો

●કલમ 376 મુજબ દસ વર્ષની સખત કેદ અને રૂ.2000નો દંડ. દંડ ન ભરે તો વધુ 1 માસની સાદી કેદ.

●કલમ 342 મુજબ ત્રણ માસની સાદી કેદની સજા તથા રૂ.500નો દંડ. દંડ ન ભરે તો વધુ દસ દિવસની સાદી કેદ.

●કલમ 323 મુજબના ગુનામાં ત્રણ માસની સાદી કેદની સજા તથા રૂ.500નો દંડ. દંડ ન ભરે તો વધુ દસ દિવસની સાદી કેદ.

●કલમ 506 (2)ના ગુનામાં એક વર્ષની સાદી કેદની સજા અને રૂ.1000નો દંડ. દંડ ન ભરે તો વધુ 15 દિવસની સાદી કેદ.

પુત્રી ઉપર જાતીય અત્યાચાર ઘટના ચિંતાજનક, કડક સજા થઈ જ જોઈએ

બોરસદના જાતીય અત્યાચાર કેસમાં સરકારી વકીલ જે.એસ. ગઢવીએ દલીલ કરતાં જણાવ્યું હતું કે, સમાજમાં આ પ્રકારના ગુનાઓનું પ્રમાણ વધતું જાય છે. જે ચિંતાજનક છે. જ્યારે પિતા જેવી વ્યક્તિ પોતાની પુત્રી પર આવા ગંભીર પ્રકારનું કૃત્ય કરે તો સમાજમાં તેની અવળી અસર પડે તેમ છે. તે સંજોગોમાં આરોપીને કાયદામાં ઠરાવ્યા મુજબની મહત્તમ સજા ફરમાવવી જોઈએ. તે ધ્યાને લઇને ન્યાયધિશે સજાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...